અમદાવાદ-

રાજ્યભરના ફેરિયાઓને કોરોના દરમિયાન વળતર ચૂકવવા અને તેમનાં બાળકોની સ્કૂલ ફી ચૂકવવા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી, જેમાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતીકે ફેરિયા માટે કોઈ રાહત આપવામાં આવતી નથી. જ્યારે સરકારે એવી દલીલ કરી હતી કે, શહેરી ગરીબો માટે સરકારની યોજના ચાલે છે તેનો લાભ સ્ટ્રીટ વેન્ડરને આપવામાં આવે છે. કોરોના માટે કોઈ ખાસ યોજના સરકાર પાસે નથી.

આ અરજીવી સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી, જેમાં સરકારે એવો બચાવ કર્યો હતો કે, ‘અમે સ્ટ્રીટ વેન્ડરને સરકારની નીતિ મુજબ વળતર ચૂકવ્યુ છે, પરંતુ સ્ટ્રીટ વેન્ડર માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ નથી. સરકારની ગરીબો માટે બનાવેલી યોજના અતંર્ગત જે લાભ મળે છે તે જ મળશે. કોરોનાકાળ માટે અલગથી કોઈ વળતર નહિ મળે.’

ગુજરાતના મુખ્ય શહેરોના ફેરિયાઓના પ્રતિનિધિ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં કારયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત થઇ હતીકે હતીકે રાજ્યની કુલ વસતીના 2.5 ટકા લોકો ફેરી ફરીને ગુજરાન ચલાવે છે. આશ્રિત તેમના પરિવારની 3 વ્યક્તિ ગણીએ તો લાખોની સંખ્યામાં લોકોની આર્થિક સ્થિતિને તેની માઠી અસર થઈ છે. અરજીમાં સ્ટ્રીટ વેન્ડર્સને દર મહિને 10 હજાર વળતર ચૂકવવા ની માંગણી કરવામાં આવી છે.