સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: માળિયા હાટીના અને માંગરોળમાં ૧૨-૧૨ ઇંચ વરસાદ ખાબકતાં ઘોડાપુર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુલાઈ 2026  |   2673

રાજ્યમાં ચોમાસામાં જાેરદાર બેટિંગ કરતાં ડાંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ અનેક તાલુકાઓમાં અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓમાં નવા નીરની આવક અને જનજીવન પર અસર જાેવા મળી રહી છે.જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૨૯૬ મીમી, માંગરોળમાં ૨૯૫ મીમી ,જૂનાગઢના મેંદરડામાં ૨૪૫ મીમી ,કેશોદમાં ૨૪૧ મીમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૧૯૧ મીમી, તાપીના વ્યારામાં ૧૭૨ મીમી અને નવસારીના ખેરગામમાં ૧૫૪ મીમી વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૧૪૧ મીમી, બીજી તરફ છેલ્લા ગુરુવારે સવારે ૬ થી શુક્રવારે સવારે ૬ સુધી કલાકના વરસાદના આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રભુત્વ જાેવા મળ્યું છે. જૂનાગઢના માંગરોળમાં ૩૨૧ મીમી,ગીર સોમનાથના સુત્રાપાડામાં ૩૧૪ મીમી, કેશોદમાં ૨૭૮ મીમી, પાટણ-વેરાવળમાં ૨૫૬ મીમી, માળિયા હાટીનામાં ૨૩૨ મીમી, માણાવદરમાં ૨૩૦ મીમી તથા મહેસાણાના કડીમાં ૨૨૫ મીમી વરસાદ નોંધાયો હતો. જામજાેધપુરમાં ૧૭૯ મીમી અને કોડીનારમાં ૧૫૨ મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. સુરત શહેરમાં ૨૫ મીમી, અમદાવાદના ધંધૂકામાં ૩૬ મીમી, વડોદરાના ડભોઈમાં ૨૬ મીમી, ગાંધીનગરના દહેગામમાં ૧૮ મીમી તથા મહેસાણાના કડીમાં ૧૮ મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution