ઝઘડિયા-

વડોદરા બાદ હવે ઝઘડિયા તાલુકામાં પણ લવ જેહાદ જેવો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. નાની ઇન્દોર ગામનો એક મુસ્લિમ યુવક લગ્નની લાલચ આપી ૧૪વર્ષીય સગીર હિન્દુ યુવતીને ભગાડી જતા આ બનાવે પંથકના લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સગીરાની માતા દ્વારા ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા મુસ્લિમ યુવક વિરૂધ્ધ પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની તપાસ કરવામાં આવી છે.

હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી મુસ્લિમ યુવક દ્વારા તેણીની સાથે લગ્ન કરવાના લવ જેહાદના ચોંકાવનારા કિસ્સા બહાર આવી રહ્યા છે. તેવામાં ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સગીરાને પ્રેમ પ્રકરણમાં ફસાવવાનો લવ જેહાદ જેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામનો મુબારક ઇસ્માઇલ દિવાન નામનો મુસ્લિમ યુવક ૧૪ વર્ષીય સગીર હિન્દુ સગીરાને તેના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. જે બાબતે ઉમલ્લા પોલીસ મથકે સગીરાની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરાને પકડી પાડવા માટે ઉમલ્લા પોલીસ કામે લાગી છે. તો છેલ્લા ચાર દિવસથી હિન્દુ સગીરાના માતા પિતા કન્યાને લઇ વલોપાત કરી રહ્યા છે. ઉમલ્લા પોસઇ વી.એસ.ઠુમ્મર સાથે વાત થયા મુજબ મુસ્લિમ યુવક વિરૂધ્ધ હાલ પોક્સો હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાે કે યુવક ની ધરપકડ બાદ પુછતાછ હેઠળ જાે યુવતીનું ધર્માંતરણ કરાવ્યું હશે તો લવ જેહાદના કાયદા હેઠળનો પણ મુસ્લિમ યુવક મુબારક દિવાન વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. સાથે સાથે ધર્માંતરણ કરાવનાર મૌલવી સહિત સંડોવાયેલા તમામ વિરૂધ્ધ લવ જેહાદનો પણ ગુનો દાખલ કરવામાં આવશે. હાલ ઉમલ્લા પોલીસ મુસ્લિમ યુવક અને હિન્દુ સગીરાને પકડી પાડવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે.