વડોદરા , તા. ૧૯

આંતરરાષ્ટ્રીય હેરીટેજ વોકનો પ્રાંરભ થતા વડોદરા પીપલ્સ હેરીટેજ ફેસ્ટીવલ દ્વારા બીજા દિવસે પણ હેરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યવતેશ્વર ધાટ વિશેના ઈતિહાસ વિશે ડાॅ. ચંદ્રશેખર પાટીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ ધાટ પર આવેલા યવતેશ્વર મંદિર , અપ્પાજી સમાધી , ધાટ , સ્ટોન ક્રોકોઈસ , વિશ્વામિત્રી બ્રીજ , રાવજી અપાજી સમાધી , યવતેશ્વર સ્ટેપ વેલ(કૂવા) વિશે માહિતી આપવામાં આવી હતી. તે સિવાય મ્યુઝીયોલોજી વિભાગ દ્વારા પણ આગામી તા. ૨૦ સુધી “હેરીટેજ એન્ડ કલાઈમેટ” થીમ પર એકઝીબીશન યોજયુ હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જાેડાયા હતા.