હિન્દુ કિશોરે મુસ્લિમ સગીરા પર દુષ્કર્મ ગુજારી વીડિયો ઉતારી લીધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   વડોદરા   |   2079

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાને લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર ૧૩ વર્ષની સગીરા પર તેની જ બહેનપણીના સગા ભાઈએ દુષ્કર્મ ગુજારી તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે માંજલપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ આરોપીની અટકાયત કરી છે.

માંજલપુર વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય સગીરા અવારનવાર તેની બહેનપણીના ઘરે આવતી-જતી હતી. પાડોશમાં જ રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો બહેનપણીનો ભાઈ સગીરા પર મેલી મુરાદ રાખતો હતો. તેણે તકનો લાભ ઉઠાવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં, આરોપીએ આ કુકર્મનો અશ્લીલ વીડિયો પણ મોબાઈલમાં કેદ કર્યો હતો. આ શરમજનક ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આરોપીએ આ અશ્લીલ વીડિયો તેના એક મિત્રને બતાવ્યો. વીડિયો જાેતા જ મિત્ર ચોંકી ઉઠ્યો હતો,

કારણ કે વીડિયોમાં દેખાતી બાળકી તેના જ અન્ય એક મિત્રની બહેન હતી. તેણે તરત જ આ ગંભીર બાબતની જાણ ભોગ બનનાર સગીરાના ભાઈને કરી હતી. ભાઈએ પોતાની બહેન પાસેથી સમગ્ર હકીકત જાણતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જાેતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો માંજલપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. માંજલપુર પોલીસે આ મામલે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી કોલેજિયન યુવકની અટકાયત કરી છે. પોલીસે સગીરાના નિવેદન અને વીડિયોના પુરાવા આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ફફડાટ જાેવા મળી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution