લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જાન્યુઆરી 2026 |
5049
નવી દિલ્હી, આવતીકાલે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬નો દિવસ ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ આવતીકાલે સતત ૯મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને એક અદ્વિતીય ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ નાણામંત્રી સતત ૯ વર્ષ સુધી બજેટ રજૂ કરી શક્યા નથી. જાેકે, મોરારજી દેસાઈએ કુલ ૧૦ બજેટ રજૂ કર્યા હતા, પરંતુ તે સતત નહોતા. આમ, સતત બજેટ રજૂ કરવાની બાબતમાં ર્નિમલા સીતારમણ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.
આ વર્ષે નાણામંત્રીએ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરામાં મોટો ફેરફાર કરવાની રણનીતિ ઘડી છે. સામાન્ય રીતે બજેટનો પાર્ટ-બી માત્ર ટેક્સ સ્લેબ અને કરવેરાના દરો પૂરતો સીમિત હોય છે, પરંતુ આ વખતે તેમાં ભારતની આર્થિક વિઝનની વિસ્તૃત રૂપરેખા જાેવા મળશે. આ વિભાગમાં ભારતની સ્થાનિક તાકાતને વૈશ્વિક સપ્લાય ચેઈનનો હિસ્સો બનાવવા માટેની ચોક્કસ પ્લાનિંગ અને ભવિષ્યનો રોડમેપ રજૂ કરવામાં આવશે. આગામી બજેટમાં ભારતની હાલની ક્ષમતાઓ અને ટૂંકા તેમજ લાંબા ગાળાના લક્ષ્યો પર વિશેષ ભાર મૂકવામાં આવશે તેવી ધારણા છે. ભારતની સ્થાનિક પ્રોડક્ટ્સ અને સર્વિસને ગ્લોબલ માર્કેટમાં કઈ રીતે મજબૂત બનાવવી, તેનું વિઝન આ બજેટ દ્વારા દુનિયા સમક્ષ મૂકવામાં આવશે. આ ફેરફારને કારણે દુનિયાભરના આર્થિક નિષ્ણાતો અને રોકાણકારોની નજર ભારત પર ટકેલી છે. આ સાથે દેશના કરોડો ટેક્સપેયર્સ, ઉદ્યોગ જગત, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પણ મોટી આશા સાથે બજેટની રાહ જાેઈ રહ્યા છે.
આજે નાણાંમંત્રીનો કાર્યક્રમ
• સવારે ૮:૪૫ વાગ્યે : નાણામંત્રી ર્નિમલા સીતારમણ નાણા મંત્રાલય (નોર્થ બ્લોક) છોડીને રાષ્ટ્રપતિ ભવન જશે.
• સવારે ૯:૧૫ વાગ્યે : નાણામંત્રી રાષ્ટ્રપતિને મળશે અને બજેટ વિશે માહિતી આપશે અને રજૂ કરવા માટે તેમની ઔપચારિક મંજૂરી લેશે. જે બંધારણીય પરંપરાનો એક ભાગ છે. આ પછી, નાણામંત્રી અને તેમની ટીમ એક સંક્ષિપ્ત ફોટોશૂટમાં જાેડાશે.
• સવારે ૧૦:૦૦ વાગ્યે : નાણામંત્રી સંસદ ભવનમાં પહોંચશે અને એક ખાસ કેબિનેટ બેઠકમાં હાજરી આપશે, જ્યાં બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવે છે.
• સવારે ૧૧:૦૦ વાગ્યે : નાણામંત્રી લોકસભામાં તેમનું બજેટ ભાષણ શરૂ કરશે. જે સામાન્ય રીતે દોઢથી બે કલાક ચાલે તેવી સંભાવના છે.
બજેટમાં એક જાહેરાતથી સોના-ચાંદીના ભાવમાં કડાકાની સંભાવના
નવી દિલ્હી : આવતીકાલે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સરકાર સોના અને ચાંદી પર લાગતી કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં સોના-ચાંદી પર ૬ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને ૩ ટકા જીએસટી મળીને કુલ ૯ ટકા ટેક્સ લાગે છે. જાે સરકાર સ્મગલિંગ રોકવા માટે ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને ૪ ટકા કરે, તો સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૩,૦૦૦ અને ચાંદીમાં પ્રતિ કિલો રૂ. ૬,૦૦૦નો ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સરકારે જુલાઈ ૨૦૨૪માં પણ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને ૯ ટકા કરી હતી. વર્ષ ૨૦૨૧ની સરખામણીએ કિંમતી ધાતુઓના ભાવમાં તોતિંગ ઉછાળો જાેવા મળ્યો છે. ૨૦૨૧માં રૂ. ૪૮,૦૦૦ના સ્તરે રહેલું સોનું ૨૦૨૬માં રૂ. ૧.૫૦ લાખની સપાટીએ પહોંચ્યું છે. ૫ વર્ષમાં રોકાણકારોની મૂડી બમણાથી વધુ થઈ છે. વર્ષ ૨૦૨૫ સોના માટે સવર્શ્રેષ્ઠ રહ્યું, જેમાં ૪૭ ટકા વળતર મળ્યું હતું. જ્યારે ૨૦૨૧માં રૂ. ૬૩,૦૦૦ પ્રતિ કિલોથી શરૂ થયેલી સફર આજે રૂ. ૩.૩૦ લાખથી રૂ. ૩.૫૦ લાખ સુધી પહોંચી છે. ૨૦૨૧માં કરેલું રૂ. ૧ લાખનું રોકાણ આજે રૂ. ૩.૫૧ લાખ થઈ ગયું છે. ૨૦૨૫માં ચાંદીના ભાવમાં ૧૭૩ ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો. માર્કેટ એક્સપર્ટ્સ મુજબ, બજેટ પહેલા મોટી ખરીદી કરવાને બદલે રોકાણકારોએ બાય ઓન ડિપ્સની વ્યૂહનીતિ અપનાવવી જાેઈએ. બજેટના દિવસે થનારી ભારે ઉથલપાથલથી બચવા માટે એકસાથે રોકાણ કરવાના બદલે નાના નાના હપ્તામાં ખરીદી કરવી હિતાવહ છે. ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જાેવા મળી શકે છે, જાેકે લાંબા ગાળાનો ટ્રેન્ડ પોઝિટિવ હોવાનું મનાય છે. જાે સરકાર ડ્યૂટી ઘટાડે તો તેની અસર ટૂંકા ગાળા માટે રહેશે, કારણ કે ભાવ આંતરરાષ્ટ્રીય પરિબળો પર વધુ ર્નિભર હોય છે