ચોમાસામાં દૂધાળાં પશુઓની કાળજી કેવી રીતે લેશો?
14, ઓગ્સ્ટ 2020 891   |  

આણંદ, તા.૧૩ 

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બાૅર્ડ (એનડીડીબી)એ સમગ્ર દેશની દૂધ સહકારી મંડળીઓને ચોમાસાની ઋતુમાં દૂધાળા પશુઓનું સંચાલન કરવા માટેની એક મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. આ ઉપરાંત એનડીડીબીએ દૂધ સહકારી મંડળીઓને આ એડવાઇઝરીના વ્યાપક પ્રસાર માટે તેને ગ્રામ્ય સ્તરની દૂધ મંડળીઓ ખાતે સારી રીતે દર્શાવવાની પણ વિનંતી કરી છે.

એનડીડીબીના ચેરમેન દિલીપ રથે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ પશુપાલકો માટે અલાયદા પડકારો ઊભાં કરે છે. દૂધાળા પશુઓને રાખવા, આહાર આપવા, તેમનું આરોગ્ય સાચવવા અને સંવર્ધનના ક્ષેત્રમાં યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાય છે. તેમણે જણાવ્યું હતું કે, દૂધ સહકારી મંડળીઓ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક સામુદાયિક પહોંચ ધરાવે છે. આપણે વરસાદથી પ્રભાવિત દૂધાળા પશુઓ માટે યોગ્ય પગલાં અપનાવવા અંગે જાગૃતિ પેદા કરવા આ નેટવર્કનો લાભ ઉઠાવવો જાેઇએ.ચોમાસાની ઋતુ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં લીલો ઘાસચારો વિપુલ માત્રામાં ઉપલબ્ધ થતો હોવાથી પશુપાલકો પશુઓની આહાર પ્રણાલી બદલતાં હોવાનું વલણ ધરાવે છે. તે બગડેલાં પાચનક્રિયાના સંદર્ભમાં પડકારો ઊભી કરે અને દૂધની ગુણવત્તા ઘટાડે તેવી સંભાવના પેદા કરી શકે છે. તે જ રીતે, આ ઋતુમાં પરોપજીવીના ઉપદ્રવની ઘટનાઓ તેમજ આંચળના સોજાની સમસ્યા સર્વસામાન્ય રીતે જોવા મળે છે.ચોમાસાની ઋતુ દરમિયાન દૂધાળા પશુઓની કાર્યક્ષમ રીતે કાળજી રાખવા માટે એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલી એડવાઇઝરી દૂધાળા પશુઓની ઉત્પાદકતાને જાળવી રાખવામાં મદદરૂપ થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution