લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, એપ્રીલ 2026 |
3465
સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી અને ધાર્મિક ભેદભાવ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. કોર્ટે પૂછ્યું, ‘મૂર્તિને સ્પર્શ કરવો એ ભગવાનનું અપમાન કેવી રીતે હોઈ શકે?’ સુપ્રીમ કોર્ટે પૂછ્યું, શું બંધારણ તે ભક્તની મદદ માટે આગળ નહીં આવે, જેને ફક્ત તેના વંશ અને જન્મના કારણે દેવતાને સ્પર્શ કરવાથી રોકવામાં આવે છે? આ બાબતે સબરીમાલાના વકીલ એડવોકેટ વી. ગિરીએ કહ્યું કે કોઈપણ મંદિરમાં થતા રીતિ-રિવાજાે તે ધર્મનો અભિન્ન અંગ હોય છે. પૂજા દેવતાની લાક્ષણિકતાઓની વિરુદ્ધ ન હોઈ શકે. ભગવાન અયપ્પા ‘નૈષ્ઠિક બ્રહ્મચારી’ છે, તેથી ત્યાંની પરંપરાઓ તે મુજબ નક્કી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં ૯ જજાેની બંધારણીય બેન્ચ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી સાથે જાેડાયેલા મામલા પર સુનાવણી કરી રહી છે. આની સાથે ધાર્મિક આસ્થાના ૬૬ મામલા પણ જાેડાયેલા છે. ર્નિણય આવતીકાલે આવવાની સંભાવના છે. કેરળ હાઈકોર્ટે ૧૯૯૧માં સબરીમાલામાં માસિક ધર્મવાળી મહિલાઓ (૧૦-૫૦ વર્ષ)ની એન્ટ્રી પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં પ્રતિબંધ હટાવી દીધો. ર્નિણય વિરુદ્ધ ઘણી પુનર્વિચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર હવે સુનાવણી થઈ રહી છે.