એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષાને લઈને ભારે વિરોધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   વડોદરા   |   2277

એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એન્ટરન્સ પરીક્ષા રદ કરવાની માગ સાથે પહોંચેલા એનએસયુઆઇ ના કાર્યકરો અને ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહ વચ્ચે આજે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગ લઈને એનએસયુઆઇ ના કાર્યકરો ડીન પાસે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં કેમ્પસમાં તંગદિલીનું વાતાવરણ છવાઈ ગયું હતું.

આ અંગે એનએસયુઆઇ ના સુઝાન લાડમેને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવી રહેલી એન્ટ્રન્સ એક્ઝામનો એનએસયુઆઇ સંગઠન દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ જે પ્રાઈવેટ કોચિંગ ક્લાસ કે પ્રાઈવેટ યુનિવર્સિટીના દલાલો બની ગયા છે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી કોઈપણ એન્ટ્રન્સ એક્ઝામ પ્રવેશ પ્રક્રિયા માટે લેવામાં આવતી નથી. વધુમાં કહ્યું કે, અમે એમને મોટો પ્રશ્ન એ કર્યો કે ૧૦મા-૧૨માની બોર્ડની એક્ઝામ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે એ માન્ય નથી? એનું રિઝલ્ટ માન્ય નથી?

તો તમારી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ શું કામ લેવામાં આવી? આજે શાંતિપૂર્વક ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે આ એન્ટ્રન્સને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીનનો વ્યવહાર યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. આજે જે પણ દુર્વ્યવહાર મારી જાેડે કરવામાં આવ્યો એનો જવાબ સોમવારના દિવસે એનએસયુઆઇ સંગઠન યુનિવર્સિટીના વીસીપાસેથી માંગશે અને તાત્કાલિક ધોરણે પ્રજ્ઞેશ શાહ જેવા હિટલર વ્યક્તિને કોમર્સ ફેકલ્ટીમાંથી ડીન પદેથી રદ કરવામાં આવે એવી માગ લઈને એનએસયુઆઇ સંગઠન હેડ ઓફિસ પર રજૂઆત કરશે અને ઉગ્ર વિરોધ પણ કરશે. જાેકે આ અંગે આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, આ મામલે હું પોલીસ કમ્પ્લેન કરીશ. મેં તેઓ સાથે શાંતિથી વાત કરવાની વાત કરી હતી, પરંતુ તેઓ મારી ઓફિસમાં આવી નારેબાજી કરી હતી અને કોઈ પણ વાત સાંભળી ન હતી. એન્ટ્રન્સ બાબતે તેઓ સાથે કોઈ ચર્ચા થઈ નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution