લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026 |
વડોદરા |
2673
શહેરના સરદાર એસ્ટેટ વિસ્તારમાં પેટ્રોલ પંપની બહાર એક બાઈકને અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી.બાઈક ચાલક પેટ્રોલ પંર પર પેટ્રોલ પૂરાવીને બહાર નિકળ્યો ત્યાંજ એકાએક બાઈકમાં આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા તુરંત સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
જાેકે, આગ લાગતાજ બાઈક ચાલક તુરંત નિચે ઉતરી જતા કોઈ ઈજા થઈ ન હતી. મળતી વિગતો મુજબ બાઈક ચાલક ટાંકી ફૂલ કરાવીને નિકળ્યો ત્યાંજ બાઈકમાં આગ લાગી હતી. આગને પગલે બાઈકને મોટુ નુકસાન થયું હતુ.