લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2026 |
1980
કેરલમના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇડીએ કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા પિનારાઈ વિજયન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા છે. ઈડીની આ મેગા એક્શન તેમની દીકરી વીણા વિજયનની આઈટી ફર્મ એક્સાલોજિક સોલ્યુશન્સ સાથે જાેડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી છે.ઈડીની અલગ-અલગ ટીમો સવારથી જ પૂર્વ મુખ્યપ્રમુખ સાથે જાેડાયેલા પરિસરો પર સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂર્વ સીએમના નિવાસસ્થાન સહિત કુલ ૧૦ સ્થળો પર હાલ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહી કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) અને વીણા વિજયનની કંપની વચ્ચેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસનો એક ભાગ છે.નોંધનીય છે કે આ દરોડા મંગળવારે (૨૬ મે) કેરલમ હાઈકોર્ટ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ ર્નિણયના બીજા જ દિવસે પડ્યા છે. હાઈકોર્ટે CMRL અને વીણા વિજયનની કંપની વચ્ચેના આ શંકાસ્પદ વ્યવહારોમાં ઈડીની મની લોન્ડરિંગ તપાસ પર સ્ટે આપવાની માંગ કરતી અરજીને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી.