ન્યાયતંત્ર હૉસ્પિટલોની જેમ કામ કરે તો લોકોની તકલીફ ઓછી થશે : સીજેઆઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, મે 2026  |   3960

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સમય આવી ગયો છે કે ન્યાયતંત્રએ એવી વ્યવસ્થા વિકસાવવી જાેઈએ જે સામાન્ય માણસને તાત્કાલિક રાહત આપી શકે. તેમણે કહ્યું કે ન્યાયતંત્રને હોસ્પિટલોની જેમ કામ કરવાની જરૂર છે, ૨૪/૭ ખુલ્લી રહે, જેથી સામાન્ય માણસની વેદના અને આકાંક્ષાઓને સંબોધી શકાય.

મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા આયોજિત “ફ્રેગમેન્ટેશનથી ફ્યુઝન સુધી, યુનાઇટેડ ડિજિટલ પ્લેટફોર્મ ઈન્ટીગ્રેશન દ્વારા ન્યાયને સશક્ત બનાવવો” થીમ પર આયોજિત કાર્યક્રમમાં સીજેઆઇ સૂર્યકાંત બોલી રહ્યા હતા. આ પ્રસંગે, તેમણે હાઈકોર્ટના નવા વિકસિત ડિજિટલ પ્લેટફોર્મનું પણ લોન્ચિંગ કર્યું.મુખ્ય ન્યાયાધીશે ન્યાય વિતરણને વિસ્તૃત અને ઝડપી બનાવવા માટે ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ પર આધારિત ન્યાયિક માળખાને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું, “ભારતીય ન્યાયતંત્ર ૧૯૯૦ ના દાયકાથી ટેકનોલોજીકલ પ્રગતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ નથી, પરંતુ અમે સામાન્ય માણસના લાભ માટે નવીનતમ એઆઇ ડિઝાઇનનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.” સીજેઆઇએ જણાવ્યું હતું કે ન્યાયિક સમયનો બગાડ રોકવા માટે ટેકનોલોજી એકમાત્ર અસરકારક ઉકેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution