સ્થિતિ નહીં બદલાય તો દુનિયા ગરીબી તરફ ધકેલાશે : મોદી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026  |   3267

પીએમ નરેન્દ્ર મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા તેમણે દુનિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે આજે માનવતા ઘણા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરી રહી છે. પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે ઉર્જા સંકટ સામે ઝઝુમી રહી છે. આ દાયકો વિશ્વ માટે આફતોનો દાયકો બની ગયો છે. જાે પરિસ્થિતિ બદલાશે નહીં તો અનેક દાયકાઓના કામ પર પાણી ફરી જશે. વિશ્વની મોટી વસ્તી ગરીબી તરફ ધકેલાઈ જશે.

હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બની ગયું છે અને હવે તેનું લક્ષ્ય વૈશ્વિક વિકાસ એન્જિન બનવાનું છે. તેમણે કહ્યું કે અહીંના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જાેઈને મને એવું લાગ્યું કે જાણે હું કોઈ ભારતીય ઉત્સવમાં ભાગ લઈ રહ્યો છું. મોદીએ નેધરલેન્ડ્સમાં ભારતીયોને પૂછ્યું- શું ઝાલમૂરી અહીંયા પણ પહોંચી ગઈ?

વડાપ્રધાને કહ્યું કે, નેધરલેન્ડ્સ ભારતીય બિઝનેસ માટે યુરોપમાં ભારતની એન્ટ્રીનું ગેટવે બનશે. તેમણે ભારતીય સમુદાયનું વર્ણન બંને દેશો વચ્ચે એક વિશ્વસનીય સેતુ તરીકે કર્યું. તેઓએ ચેતવણીના સૂરે કહ્યું કે, જાે પરિસ્થિતિ બદલાશે નહીં, તો વિશ્વની વસ્તીનો મોટો ભાગ ગરીબીમાં ધકેલાઈ જશે. તેમણે કોરોના મહામારી, યુદ્ધ અને ઉર્જા સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી.

મોદીએ સંબોધનમાં કહ્યું, ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. દેશમાં ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. ભારતમાં એક જ વર્ષમાં ૨૦ અબજથી વધુ ેંઁૈં ટ્રાન્જેક્શન થયા છે. વિશ્વના અડધા ડિજિટલ ટ્રાન્જેક્શન એકલા ભારતમાં થઈ રહ્યા છે. ભારત એઆઈ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી ૨ પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થઈ ગયું છે.

આજની તારીખ ૧૬ મેના સંદર્ભમાં કહ્યું કે, આપણા દિવસે જ ૨૦૧૪ના રોજ દાયકાઓ પછી ભારતમાં પૂર્ણ બહુમતી સાથે સ્થિર સરકાર બની હતી. તેમણે કહ્યું કે લાખો ભારતીયોનો વિશ્વાસ તેમને અટકવા દેતો નથી કે થાકવા દેતો નથી. ભારતીયોએ નેધરલેન્ડ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે ડચ નેતૃત્વ હંમેશા ભારતીય સમુદાયની પ્રશંસા કરે છે.

ડચ કલાકારોએ ‘રાગ દુર્ગા’ ગાયું

નેધરલેન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ડચ કલાકારોએ ભારતીય શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું. કલાકારોએ રાગ દુર્ગા પર આધારિત “સાધો રામા અનુપમ બાની”ની પ્રસ્તુતિ આપી. સ્વાગત સમારોહ દરમિયાન ગાયન સાથે તંબુરો, વાંસળી, વાયોલિન અને તબલા જેવા વાદ્યો વગાડવામાં આવ્યા.

વેપાર-રોકાણ વધારવાની તૈયારી

ભારત અને નેધરલેન્ડ વચ્ચે વેપાર સતત વધી રહ્યો છે. નેધરલેન્ડ ભારતમાં રોકાણ કરનારા મોટા દેશોમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે આ મુલાકાતમાં નવી રોકાણ યોજનાઓ અને વ્યાપારી કરારો પર પણ વાતચીત થઈ શકે છે. ખાસ કરીને બંદર, લોજિસ્ટિક્સ, કૃષિ ટેકનોલોજી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તૈયારી છે.

 નેધરલેન્ડ્સે ૧૧મી સદીની ઐતિહાસિક ચોલ યુગની તાંબાની પ્લેટો ભારતને પરત કરી

નેધરલેન્ડ્સે ૧૧મી સદીની ઐતિહાસિક “અનૈમંગલમ તાંબાની પ્લેટો” ભારતને પરત કરી છે. આ પ્લેટો નેધરલેન્ડ્સમાં “લીડેન પ્લેટો” તરીકે જાણીતી હતી. તે રાજા રાજા ચોલ ૈં ના શાસનકાળની, ઈસ. ૯૮૫ થી ૧૦૧૪ વચ્ચેની હોવાનું માનવામાં આવે છે. આમાં નાગપટ્ટિનમમાં “ચુડામણિ વિહાર” બૌદ્ધ મઠને આપવામાં આવેલી જમીન અને કર અનુદાનનો ઉલ્લેખ છે. ઇતિહાસકારોના મતે, આ તકતીઓ દક્ષિણ ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે દરિયાઈ વેપાર, સાંસ્કૃતિક સંબંધો અને ધાર્મિક સહઅસ્તિત્વની મહત્વપૂર્ણ માહિતી જણાવે છે. આ તાંબાના પ્લેટોમાં ૨૧ મોટી અને ૩ નાની પ્લેટોનો સમાવેશ થાય છે, જેનું કુલ વજન આશરે ૩૦ કિલોગ્રામ છે. તેને ચોલ શાહી મહોર ધરાવતી ગોળાકાર તાંબાની રિંગથી બાંધવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રાજા રાજા ચોલ પહેલાએ મૂળ આદેશ જારી કર્યો હતો, જ્યારે તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ પહેલાએ તેને કાયમી રેકોર્ડ તરીકે તાંબા પર કોતર્યો હતો.

 નેધરલેન્ડમાં ભારતીય સમૂદાયે ભારત માતા કી જયના નારા લગાવ્યા

નેધરલેન્ડના હેગ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લોકોને સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રીનું ભાષણ પૂરું થતાં જ ત્યાં હાજર ભાય સમુદાયના લોકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોમાં ઘણો ઉત્સાહ જાેવા મળ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution