સાયબર ફ્રોડ રોકવા ઇમ્ૈંએ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યાે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026  |   3564



ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા છેતરપિંડીના કેસોને નિયંત્રિત કરવા સુરક્ષાના નવા પગલાં લેવાના ઉદ્દેશથી નવા નિયમોના મુસદ્દા જાહેર કરેલા છે.

૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ફ્રોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે.૨૦૨૧ માં સાયબર ફ્રોડના ૨.૬ લાખ કેસ હતા (અંદાજે રૂ. ૫૫૧ કરોડ), જે ૨૦૨૫ માં વધીને ૨૮ લાખ કેસ અને રૂ. ૨૨,૯૩૧ કરોડ સુધી પહોંચી ગયા છે. નવા સૂચિત નિયમો અનુસાર રૂ. ૧૦,૦૦૦ થી વધુ રકમના પેમેન્ટ કરવામાં વિલંબ કરવામાં આવશે. ૭૦ વર્ષથી મોટી વયના સિનિયર સિટીઝનના ખાતામાંથી રૂ. ૫૦,૦૦૦ થી વધુનું પેમેન્ટ થાય તો ટ્રસ્ટેડ વ્યક્તિની મંજૂરીની વ્યવસ્થા દાખલ કરવામાં આવશે.

સમાચારમાં એવો મત રજૂ કરાયો છે કે, માત્ર નિયમો બનાવવા પૂરતા નથી, પરંતુ ઓનલાઇન ફ્રોડ થાય તો તેના માટે બેન્કોને જવાબદાર ગણીને વળતર ચૂકવવાની જવાબદારી તેમના માથે નાખવી જાેઈએ.

સાયબર ફ્રોડના કિસ્સામાં હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરવા છતાં ઘણા કિસ્સામાં નાણાં પરત મેળવવામાં નિષ્ફળતા મળે છે. ઘણીવાર ફરિયાદ નોંધવામાં થતો વિલંબ (૪૮ કલાક સુધી અધિકારીઓ ન મળવા) ગુનેગારોને ભાગી છૂટવામાં મદદરૂપ થાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution