ડિજિટલ યુગમાં ગ્રાહકો ગેસ બુકિંગની લાઈનમાં ઊભા રહેવા મજબૂર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   2079

ગેસની ખરેખર અછત છે કે ઈચ્છાપૂર્વક ભીડ ભેગી કરવાનો બદઈરાદો? ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને લઈ ઉઠેલી ગેસ પુરવઠાની માગ પર સરકારે ગેસ-ઈંધણનો પુરતો પુરવઠો હોવાનું જણાવી લોકોને ગેસ બુકિંગ કે પેટ્રોલ-ડીઝલ માટે પંપ પર લાઈન લગાવવાથી મુક્તિ આપી છે, તો અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ કોઠી મહોલ્લો વીજળી ઘર પાછળ સીદી સૈયદની જાળી સામે વિહાર એન્ટરપ્રાઇઝ એજન્સીમાં જ કેમ ગેસ બુકિંગ માટે લાંબી ભીડ જાેવા મળે છે? કેમ ૪૨ ડિગ્રી ગરમીમાં લોકોએ કલાકો સુધી રાહ જાેવા મજબૂર બનાવવામાં આવે છે? બીજા સ્થળો પર ગેસ બુકિંગ તુરંત થઈ જાય છે તો અહીં ઈચ્છાપૂર્વક ભીડ ભેગી કરવામાં આવી રહ્યાનું સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution