ભારતમાં છેલ્લા 24 કલાક માં ફરી સાડા ત્રણ લાખ થી વધુ કોરોના કેસ, 3449 લોકોના મોત 
04, મે 2021 594   |  

દિલ્હી-

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,57,229 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ રોગને કારણે 3449 લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,20,289 દર્દીઓ સ્વસ્થ થયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોના કુલ 2,02,82,833 કેસ નોંધાયા છે. તે જ સમયે, કુલ 2,22,408 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 34,47,133 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,66,13,292 દર્દીઓ સ્વસ્થ થયા છે.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે, પુન: સ્વસ્થ થવાના દરમાં ઘટાડો બંધ થયો છે. આ એક દિલાસો આપતા સમાચાર છે કે, હવે પુન: સ્વસ્થ થવાના દરમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લગભગ સવા ત્રણ લાખ દર્દીઓ સ્વસ્થ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં, દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 81.91 % થયો છે. આઇસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 16 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 03 મેના રોજ 16,63,742 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 29,33,10,779 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution