ગુજરાત સહિત દેશનાં ૫ાંચ રાજ્યોમાં માથાદીઠ આવકમાં વધારો: વર્લ્ડ બેન્ક
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026  |   1485


ભારતની સરેરાશ આવક ભલે હજુ પણ લોઅર-મિડલ ઇન્કમ કેટેગરીમાં હોય, પરંતુ દેશની અંદરની સ્થિતિ ઘણી અલગ છે. વર્લ્ડ બેન્ક દ્વારા ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ ‘કન્ટ્રી ઇન્કમ ક્લાસિફિકેશન’ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં લોકોની માથાદીઠ આવક ૨,૭૬૦ ડોલર છે, જે તેને હજુ પણ નિમ્ન-મધ્યમ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં રાખે છે. પરંતુ આ જ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગુજરાત સહિત ભારતના ૫ રાજ્યો હવે ‘અપર-મિડલ ઇન્કમ લેવલ’ ને પાર કરી ચૂક્યા છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે ભારતની આર્થિક ગાથા હવે એકસરખી રહી નથી; કેટલાક રાજ્યો ઝડપથી આગળ વધ્યા છે, જ્યારે કેટલાક હજુ પણ ઘણા પાછળ છે. આ રિપોર્ટ પ્રમાણે, દિલ્હી સૌથી આગળ છે, જ્યાં લોકોની માથાદીઠ આવક ૬,૨૧૭ ડોલર સુધી પહોંચી ગઈ છે. ત્યારબાદ કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને ગુજરાતનો ક્રમ આવે છે.કેટલાક રાજ્યો ઉચ્ચ-મધ્યમ આવકની મર્યાદાની ખૂબ નજીક પહોંચી ગયા છે, પરંતુ હજુ થોડા પાછળ છે, જેમ કે મહારાષ્ટ્રમાં લોકોની માથાદીઠ આવક ૪,૬૨૮ ડોલર, હરિયાણામાં ૪,૬૨૭ ડોલર અને કેરળમાં લોકોની માથાદીઠ આવક ૪,૬૧૦ ડોલર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution