ભારતને રશિયન ઓઇલની ખરીદી માટે વધુ ૩૦ દિવસની અસ્થાયી છૂટ મળી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, મે 2026  |   4059

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે. અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે ૩૦ દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ ર્નિણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.

અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરાઇ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજાે પર લોડ થઈ ચૂક્યા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી અપાશે નહીં. અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજાેને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution