ભારતે ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ લશ્કર-જૈશના ૨૩ને ટેરરિસ્ટ જાહેર કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   1980


આતંકવાદ વિરુદ્ધ કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ૨૩ આતંકીઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાવ) અધિનિયમ  હેઠળ સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં આ તમામના નામ ચોથી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ તમામ ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે અને તેમાંથી મોટાભાગના પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં છુપાયેલા છે.

ગૃહ મંત્રાલયની યાદીમાં મસૂદ ઇલિયાસ કાશ્મીરી, મોહમ્મદ મુસાદિક, મુફ્તી મોહમ્મદ અસગર ખાન અને હાફિઝ અબ્દુલ શકૂર જેવા નામ સામેલ છે. આ લોકો પર ૨૦૧૬ માં નગરોટા સ્થિત ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા અને ૨૦૨૨ માં જમ્મુના સુંજવાંમાં સુરક્ષા દળો પર થયેલા હુમલા સાથે જાેડાયેલા હોવાના આરોપ છે. આ સિવાય લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા અબ્દુલ રઉફ અને હાફિઝ ખાલિદ વલીદને આતંકી સરગના હાફિઝ મોહમ્મદ સઈદના નજીકના સહયોગી હોવાનું જણાવવામાં આવ્યું છે.આ યાદીમાં મોહમ્મદ શહીદ ફૈઝલ ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ઝાકિરનું નામ સૌથી વધુ ચર્ચામાં છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution