લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, એપ્રીલ 2026 |
4059
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી લગભગ ૯૫ કિમી દૂર પહેલગામથી આગળ ૬ કિમી ચઢાણ પછી આવેલી છે બૈસરન ઘાટી, જ્યાં ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ ૨૬ લોકોને આતંકવાદી ઓએ ગોળીઓથી મારી નાખ્યાં હતા. આવતીકાલે તે આતંકવાદી હુમલાની પ્રથમ વરસી છે. આ પહેલા કાશ્મીરભરના ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સુરક્ષા એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પહેલગામ હુમલાની વરસી પર ટુરિસ્ટ સ્પોટ્સની આસપાસ, કોઈપણ સંભવિત આતંકવાદી હુમલાને લઈને સતર્ક રહે.
અહીં ભારતીય સેનાએ પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરી છે, જેમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોને ચેતવણી આપી છે. પોસ્ટ સાથે જારી કરાયેલી તસવીરમાં સિંદૂર અને ભારતનો નકશો બતાવવામાં આવ્યો છે, જેની થીમ ઓપરેશન સિંદૂર સાથે જાેડાયેલી છે.ભારત કંઈ ભૂલ્યું નથી. જ્યારે માણસાઈની હદો પાર કરવામાં આવે છે, ત્યારે જડબાતોડ જવાબ આપવામાં આવે છે. ન્યાય થઈ ચૂક્યો છે. ભારત એકજૂટ છે. કેટલીક હદો ક્યારેય ઓળંગવી ન જાેઈએ.
પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ ૬-૭ મે, ૨૦૨૫ના રોજ મોડી રાત્રે ૧:૦૫ વાગ્યે પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કર્યા. માત્ર ૨૫ મિનિટ ચાલેલા આ ઓપરેશનમાં સાત શહેરોમાં નવ આતંકવાદી ઠેકાણાઓને ઉડાવી દેવામાં આવ્યા હતા. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. પ્રવાસીઓ પહેલા કરતા ૩૦-૪૦% સુધી ઘટી ગયા છે. સ્થાનિક લોકોમાં આ વાત પર ગુસ્સો છે કે ઘાટીને કેમ ખોલવામાં આવી રહી નથી. આખરે તેમનો શું વાંક છે, જે આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો.