લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026 |
1584
પેપ્સિકોના પૂર્વ CEO ઈન્દ્રા નૂયીએ ‘હૂવર ઇન્સ્ટિટ્યૂશન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારત-અમેરિકા સંબંધો, લીડરશીપ અને વર્ક કલ્ચર પર તીખા નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે, જાે તેઓ ભારતમાં રહ્યા હોત તો ક્યારેય પેપ્સિકોના CEO બની શક્યા ન હોત, કારણ કે અમેરિકાની મેરિટોક્રેટિક સિસ્ટમમાં જ સફળતા શક્ય બની. તેમણે ભારતને ‘અવ્યવસ્થિત’ અને ચીનને ‘વ્યવસ્થિત’ ગણાવી, લોકશાહીના કારણે ભારતના વિકાસને ધીમો ગણાવ્યો. તેમણે ભારત અને અમેરિકાને ‘નેચરલ પાર્ટનર’ પણ ગણાવ્યા.પેપ્સિકોના પૂર્વ ભારતીય મૂળના મહિલા CEO અને ચેરપર્સન ઈન્દ્રા નૂયી સોશિયલ મીડિયા પર અને બિઝનેસ જગતમાં ભારે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ ‘હૂવર ઇન્સ્ટિટ્યુશન’ને ઇન્ટરવ્યૂમાં તેમણે લીડરશીપ, ભારત-અમેરિકાના સંબંધો અને ભારતના વર્ક કલ્ચર વિશે અત્યંત આકરા નિવેદનો આપ્યા છે. ઈન્દ્રાએ ચીનના વખાણ કરતા ભારતની સામાજિક અને કોર્પોરેટ વ્યવસ્થા પર મોટા સવાલો ઉઠાવ્યા છે.ઈન્દ્રા નૂયીએ અમેરિકાની મેરિટોક્રેટિક સિસ્ટમની મન મૂકીને પ્રશંસા કરી છે. તેમણે દાવો કર્યો કે જાે તેઓ અમેરિકા ન આવ્યા હોત, તો ક્યારેય આ મુકામ પર પહોંચી શક્યા ન હોત.