ભારત રશિયા પાસેથી ૧૬ મે સુધી ઑઈલ ખરીદી શકશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026  |   3564

વશ્વિક ઓઇલ બજારમાં વધતા ભાવ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ એક મોટો અને આશ્ચર્યજનક ર્નિણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ફરી એકવાર કામચલાઉ છૂટ આપી દીધી છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ અમેરિકાના ટ્રેઝરી વિભાગે આ છૂટ લંબાવવાની ના પાડી દીધી હતી, પરંતુ બદલાતા સંજાેગોમાં અમેરિકાએ પોતાનો ર્નિણય બદલવો પડ્યો છે.અમેરિકાના ટ્રેઝરી વિભાગના નવા નોટિફિકેશન મુજબ, હવે દેશો ૧૬ મે, સુધી રશિયન ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી કરી શકશે. અગાઉ આ છૂટ ૧૧ એપ્રિલે પૂરી થઈ ગઈ હતી. આ નવા ર્નિણયથી સમુદ્રમાં લોડ થયેલા રશિયન ઓઇલના જથ્થા પર એક મહિના સુધી કોઈ અમેરિકાના પ્રતિબંધ લાગુ થશે નહીં.આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલો તણાવ છે. દુનિયાના ૨૦% ઓઇલ અને ગેસનો પુરવઠો આ રૂટ પરથી પસાર થાય છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ સપ્લાય લાઈન પર જાેખમ ઉભું થતા ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમેરિકામાં મોંઘવારી ન વધે અને બજારમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી ટ્રમ્પ પ્રશાસને રશિયા પ્રત્યે નરમાઈ બતાવી છે. રશિયાના મતે, આ છૂટથી દરરોજ ૧૦૦ મિલિયન બેરલ ઓઇલ બજારમાં આવશે,

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution