દિલ્હી-

ભારત અને ચીન સાથે ચાલી રહેલા વાસ્તવિક નિયંત્રણ રેખાના વિવાદમાં પેંગોંગ સરોવર ખાતે બંને દેશોએ પોતપોતાના સૈનિકોને પાછા ખેંચી લેવાના ઘટનાક્રમ બાદ હવે ભારત ચીન સામે દેપસાંગ ક્ષેત્રનો મુદ્દો ઉઠાવશે. સૈન્ય કમાંડર સ્તરની બેઠક થશે તેમાં લદ્દાખને અડીને આવેલા દેપસાંગ વિસ્તારના વિવાદ પર ચીન સામે રજૂઆત કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

ભારત-ચીન વાસ્તવિક સીમારેખા વિવાદ વાદ બાબતે પોતાનું નિવેદન આપતી વખતે રાજનાથસિંહે કોઈ વિસ્તારનો ઉલ્લેખ નહોતો કર્યો છતાં મનાય છે કે, દેપસાંગ, ગોગરા ઝરા અને ચાર્ડીંગ નિંગલુંગ નાળા સહિત અન્ય વિવાદિત ક્ષેત્રનો મુદ્દો જે કમાંડરસ્તરની બેઠક થવાની છે, તે દરમિયાન ઉઠાવવામાં આવશે. એટલે કે, હવે પછીની બેઠકોમાં બાકીના વિવાદિતક્ષેત્રો અંગે સામસામે વાટાઘાટો થશે.