અમેરિકામાં ભારતીય માલિકની કર્મચારીએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી
12, સપ્ટેમ્બર 2025 ટેક્સાસ   |   2871   |  

ટેક્સાસના  મોટલમાં પત્ની અને પુત્રની હાજરીમાં ગળુ કાપીને હત્યા કરવામાં આવી

અમેરિકાના ડલાસ શહેરમાં એક ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. આ ધટના ટેક્સાસના ડલાસ સ્થિત ડાઉનટાઉન સૂટ્સ મોટલમાં થઈ હતી, જ્યાં ભારતીય મૂળના 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયાની પત્ની અને પુત્રની હાજરીમાં કુહાડીથી ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી.

આ હુમલો ટેક્સાસમાં ટેનિસન ગોલ્ફ કોર્સ નજીક ઇન્ટરસ્ટેટ 30 નજીક ડાઉનટાઉન સ્યુટ્સ મોટલમાં થયો હતો. ડલાસ પોલીસે હત્યાના આરોપમાં યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જેલના રેકોર્ડ અનુસાર, આરોપી પર બૉન્ડ વિનાની ધરપકડનો આદેશ છે અને તેના પર ઇમિગ્રેશન ડિટેનરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ધટના અંગે મળતી વિગતો મુજબ ચંદ્રમૌલી નાગમલ્લૈયા મોટલમાં તેમની પત્ની અને પુત્ર સાથે હતા ત્યારે તેમણે યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ અને તેમની મહિલા સાથીદારને ખરાબ વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું. પોલીસે જણાવ્યું હતું કે, યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ આ સહન કરી શક્યા નહીં કારણ કે નાગમલ્લૈયાએ પોતાની વાત મહિલા સાથીદારના માધ્યમ દ્વારા કરી હતી.

ત્યાર બાદ, આરોપી ગુસ્સામાં રૂમમાંથી બહાર આવ્યો, છરી કાઢી અને ચંદ્રમૌલી પર હુમલો કર્યો. નાગમલ્લૈયા મદદ માટે બૂમો પાડતો મોટલના પાર્કિંગ એરિયા તરફ દોડ્યો, પરંતુ આરોપીએ તેનો પીછો કર્યો અને વારંવાર હુમલો કર્યો. નાગમલ્લૈયાની પત્ની અને પુત્ર, જે ફ્રન્ટ ઓફિસમાં હતા, બહાર દોડી આવી વચ્ચે પડવાનો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને દૂર ધકેલી ફરી હુમલો કરતો રહ્યો. હત્યા બાદ તેણે ગરદન પર લાત મારી અને પછી તેને કચરાપેટીમાં ફેંકી દીધી હતી.નજીકમાં હાજર ડલાસ ફાયર-રેસ્ક્યુ કર્મચારીઓએ લોહીથી લથપથ આરોપીનો પીછો કર્યો અને પોલીસ આવતાની સાથે જ તેને પકડી લીધો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution