હોર્મુઝમાં ભારતીય જહાજ પર હુમલો! ‘હાજી અલી’ કેમ ડૂબ્યું? કોણ છે હુમલાખોર?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026 | 3267
ઓમાનના દરિયાકાંઠા નજીક હોર્મુઝ વિસ્તારમાં ભારતીય જહાજ ‘હાજી અલી’ પર થયેલા હુમલાથી ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ જહાજમાં ભયંકર વિસ્ફોટ બાદ આગ લાગી અને થોડા સમય બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું. જહાજમાં સવાર તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત બચી ગયા છે. હુમલો ડ્રોન અથવા મિસાઇલથી થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સરકારે ઘટનાને “અસ્વીકાર્ય” ગણાવી તપાસની માંગ કરી છે.