ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી શકે છે: ટેક્સ્ટાઇલ કમિશનર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026  |   2574

ભારત સરકારનાં ટેક્સ્ટાઇલ કમિશનર વૃંદા મનોહર દેસાઈએ સુરતની વિવિધ ટેક્સ્ટાઇલ સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. તેમણે ફેરડીલ ઇન્ટિગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક, ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ સેન્ટર, સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન ઓડિટોરિયમ, તથા પાંડેસરા જીઆડીસી ખાતે આવેલી ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ યુનિટ્સ અને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા, સ્કિલ ડેવલપમેન્ટ, ઉદ્યોગસાહસિકતા પ્રોત્સાહન, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ અને ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરવાનાં હેતુસર તેમણે મુલાકત લીધી હતી.

ફેરડીલ ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક ખાતે ટેક્સ્ટાઇલ કમિશનરે ટેક્નિકલ ટેક્સ્ટાઇલ્સ, અદ્યતન વીવિંગ ટેક્નોલોજી, પ્રીવીવિંગ સુવિધાઓ, વર્કર્સ હોસ્ટેલ, કોમન ફેસિલિટી સેન્ટર અને કોમન ઇફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ સુવિધાઓનું અવલોકન કરી ટેક્સ્ટાઇલ વેસ્ટ મેનેજમેન્ટ, રીસાયક્લિંગ અને સક્ર્યુલર ઇકોનોમી આધારિત ઉદ્યોગ વિકાસનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. ડીસેન્ટ્રલાઇઝ્ડ પાવરલૂમ અને કમ્પ્યુટરાઇઝ્ડ એમ્બ્રોઇડરી સેક્ટરને આપવામાં આવતી તાલીમ, ટેસ્ટિંગ, ઇ-કોમર્સ ઓનર્બોડિંગ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ સેવાઓની પ્રશંસા કરી તેમણે તાલીમાર્થીઓ અને યુવા ઉદ્યોગસાહસિકોને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોતાના સફળતા કિસ્સાઓને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી.

ટેક્સ્ટાઇલ કમિશનર વૃંદા દેસાઈએ સંબોધનમાં વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વૈશ્વિક બજારમાં ભારત માટે વિશાળ તકો ઊભી થઈ રહી છે અને ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગ ગુણવત્તા, નવીનતા, સસ્ટેનેબિલિટી અને કોસ્ટ કોમ્પીટિટિવનેસનાં આધાર પર વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન બનાવી શકે છે. તેમણે તાજેતરનાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનાં કારણે યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને ન્યુઝીલેન્ડ જેવા બજારોમાં વધતી નિકાસ તકોનો લાભ લેવા માટે ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે સરકારની યોજનાઓને માત્ર સબસિડી સુધી મર્યાદિત ન રાખતા, ઉદ્યોગ વિકાસ, આધુનિકીકરણ અને ક્ષમતા વૃદ્ધિનાં સાધન તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution