લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2026 |
1287
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસની સુવિધા અને પાસપોર્ટની મજબૂતાઈ દર્શાવતા ‘ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ ૨૦૨૬’ ના તાજા આંકડા જાહેર થઈ ગયા છે. આ વર્ષના ઇન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે અને ભારત ખસીને ૧૨૫મા સ્થાન પર આવી ગયું છે. આ રેન્કિંગ ઘટવાને કારણે હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના માત્ર ૨૬ દેશોમાં જ વિઝા વિના અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા સાથે પ્રવાસ કરી શકશે. વર્ષ ૨૦૨૫ માં ભારત ૧૨૪મા ક્રમે હતું, પરંતુ આ વર્ષે તેમાં એક સ્થાનનો ઘટાડો થયો છે અને દેશ ટોપ ૧૦૦ ની યાદીથી વધારે દુર થયો છે. વૈશ્વિક યાદીમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ નામિબિયા કરતાં પણ નીચે છે. ફિલિપીન્સ, મોરોક્કો અને ઉઝબેકિસ્તાન જેવા દેશો પણ આ યાદીમાં ભારત કરતાં આગળ છે.