લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, એપ્રીલ 2026 |
2277
આઈપીએલ ૨૦૨૬માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો રમાયો હતો, જેમાં અભિષેક શર્માએ માત્ર ૪૭ બોલમાં સદી ફટકારી દીધી. તેના બેટથી ૧૦ છગ્ગા અને ૧૦ ચોગ્ગા નીકળ્યા. અભિષેકે દિલ્હીના દરેક બોલરની જબરદસ્ત ધોલાઈ કરી. આ સાથે જ અભિષેકે ટી૨૦ સદીઓના મામલે કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ૨૫ બોલમાં ફિફ્ટી અને ૪૭ બોલમાં સદી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ માટે ઇનિંગની શરૂઆત ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ કરી હતી. બંનેએ તોફાની અંદાજમાં ઇનિંગની શરૂઆત કરી. પાવરપ્લે એટલે કે ૬ ઓવર પછી હૈદરાબાદનો સ્કોર ૬૭-૦ હતો. ૯મી ઓવરમાં અભિષેક શર્માએ માત્ર ૨૫ બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી. પરંતુ આ જ ઓવરમાં હૈદરાબાદને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે હેડ ૩૭ રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો. પરંતુ ત્યારબાદ અભિષેક શર્મા રોકાયો નહીં. તેણે માત્ર ૪૭ બોલમાં જ સદી ફટકારી દીધી. પોતાની સદીની ઇનિંગ દરમિયાન અભિષેકે ૧૦ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતાં.