નયાગઢ જિલ્લાના ભાપુર બ્લોક પદમાવતીની નજીકથી વહેતી મહાનદીમાં આશરે 500 વર્ષ જુનું એક ગોપીનાથ મંદિર (રાધાકૃષ્ણ-વિષ્ણુ)ના અવશેષ દેખાવાને લઈને પ્રદેશમાં ચર્ચાઓ ચાલી રહી છે. થોડાં વર્ષો પહેલા પણ આ મંદિરનો અગ્ર ભાગ નદીમાં પાણી ઓછું થતા દેખાયો હતો, આ વર્ષે મંદિરનો કેટલોક ભાગ ફરી દેખાઈ રહ્યો છે. ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજના ડોક્યૂમેન્ટેશન ઓફ ધ હેરિટેજ ઓફ ધ મહાનદી વેલી, પ્રોજેક્ટને આધીન આવવાથી તેણે સમગ્ર રાજ્યનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ સમાચાર સામે આવતા જ હવે આ જગ્યા પર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. પદ્માવતી ગામના લોકો તેમજ ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, પહેલા આ જગ્યા પર પદ્માવતી ગામ હતું. આ પદ્માવતી ગામનું મંદિર છે.મહાનદીના પથમાં બદલાવની સાથે પૂર આવવાને કારણે 1933માં પદ્માવતી ગામ સંપૂર્ણરીતે મહાનદીના ગર્ભમાં સમાઈ ગયું હતું. નદીનો પથ બદલાઈને પદ્માવતી ગામને પોતાના ગર્ભમાં લેવામાં 30થી 40 વર્ષનો સમય લાગ્યો. ધીમે-ધીમે પદ્મવાતી ગામે ઊંડા પાણીમાં સમાધિ લઈ લીધી. પદ્માવતી ગામના લોકો ત્યાંથી સ્થાનાંતરિક થઈને રગડીપડા, ટિકિરીપડા, બીજીપુર, હેમન્તપાટણા, પદ્માવતી (નવું) વગેરે ગામોમાં વસી ગયા. પદ્માવતી ગામના લોકો હથકરઘા, કુટીર શિલ્પ સામગ્રી નિર્માણ કરનારાઓ તરીકે કામ કરી રહ્યા હતા. પોતાની સામગ્રી પશ્ચિમ બંગાળમાં મોકલી રહ્યા હતા. તે સમયે પરિવહન માટે નદીના પથનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થવાને કારણે પદ્માવતી ગામના લોકો નદીના કિનારે જ વસી ગયા હતા.

આ ગામ તેમજ ગામના મંદિર નદીમાં લીન થવાને 100થી 150 વર્ષ જેટલો સમય લાગવાની વાત વરિષ્ઠ અનુસંધાનકર્તા અનીલ ધીરે કહી છે. ધીરે કહ્યું છે કે, મંદિરના નિર્માણની શૈલી આજથી 400થી 500 વર્ષ જુની છે. નદીના ગર્ભમાં લીન થનારા આ મંદિરની પ્રતિમા વર્તમાન પદ્માવતી ગામના કૈવર્તસાહીની પાસે નિર્માણ કરવામાં આવેલા મંદિરમાં સ્થાપિત કરવાની વાત કહેવામાં આવે છે. એ જ રીતે નદીના ગર્ભમાં લીન થનારા પદ્માવતી ગામના જગન્નાથ મંદિરની પ્રતિમા ટિકિરીપડામાં દધિવામનજીઉ મંદિરમાં, પદ્માવતી ગામના પદ્મનાભ સામંતરાય દ્વારા પ્રતિષ્ઠિત રાસ વિહારી દેવ મંદિરની પ્રતિમા વર્તમાન સમયમાં પદ્માવતીમાં છે. મૂળ પદ્માવતી ગામ નદીના ગર્ભમાં લીન થયા બાદ આ પ્રકારના અનેક મંદિરોની પ્રતિમાને ત્યાંથી ઉંચકીને નવા પદ્માવતી ગામમાં સ્થાપિત કરવામાં આવી છે.આ ગામમાં અનેક મંદિરો હોવાની વાત સ્થાનિક ગ્રામીણો કહેતા રહ્યા છે. નદીનું પાણી ઓછું થયા બાદ પણ તમામ મંદિર સ્પષ્ટરીતે નથી દેખાતા. ગોપીનાથ મંદિરની ઊંચાઈ વધુ હોવાને કારણે પાણી ઓછું થયા બાદ તે દેખાવાની વાત છેલ્લાં 40 વર્ષોથી મહાનદીમાં નાવિક તરીકે કામ કરતા લોકો કહેતા રહ્યા છે.