અમદાવાદ-

12 ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. યુવાનોને આસપાસના સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાનૂની મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૧૨ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે.

યુ – યુયુત્સવૃત્તિ , વા – વાત્સલ્ય , ન – નમ્રતા.

જે વ્યક્તિ સત્ય તેમજ યોગ્ય વાત માટે પોતાનો અવાજ ઉઠાવી સકે. બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી સકે અને વડીલો સાથે નમ્રતાથી વર્તતો હોય તે વ્યક્તિ એટલે યુવાન! આંતરરાષ્ટ્રીય યુવા દિવસ સરકારો અને અન્ય લોકો માટે વિશ્વવ્યાપી યુવા મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાની તક છે. વિશ્વભરમાં ઘણી જગ્યાએ આ દિવસે , કોન્સર્ટ્સ, વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય અને સ્થાનિક સરકારી અધિકારીઓ અને યુવા સંગઠનોને લગતી બેઠકો યોજાય છે.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર યુવાનોને આકર્ષવા ઘણા સૂત્રો આપવામાં આવ્યા છે.

2014 માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું સૂત્ર હતુ “યુવા અને માનસિક સ્વાસ્થ્ય”2015માં સૂત્ર હતું “યુથ અને સિવિક એંગેજમેન્ટ.2016 ના આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ હતી “2030 નો રસ્તો: ગરીબી દૂર કરવી અને ટકાઉ વપરાશ અને ઉત્પાદન પ્રાપ્ત કરવું.2017ની થીમ નક્કી હતી “યુથ બિલ્ડિંગ પીસ”.2018ની થીમ હતી “યુવાનો માટે સલામત જગ્યા”2019ની થીમ છે “ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન”.આ વર્ષે આ દિવસની થીમ "ટ્રાન્સફોર્મિંગ ફૂડ સિસ્ટમ્સ: યુથ ઇનોવેશન ફોર હ્યુમન એન્ડ પ્લેનેટરી હેલ્થ" તરીકે કરવામાં આવી છે. આ થીમ પસંદ કરવા પાછળનું કારણ એ છે કે યુવાનો દ્વારા ખાદ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવાના પ્રયત્નોની અસરને પ્રકાશિત કરવી. આ થીમનો હેતુ ગ્રહને સામૂહિક રીતે બચાવવા માટેના પ્રયત્નો અને વિચારોમાં વૃદ્ધ અને યુવાન વ્યક્તિઓની સમાવેશની જરૂરિયાત વિશે લોકોને જાગૃત કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ : ઇતિહાસ

પ્રથમ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ 1999 માં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે યુનાઇટેડ નેશન્સના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન અને બાળકો અને યુવાનો માટેના મુખ્ય જૂથના સહયોગથી આ દિવસની ઉજવણી કરવામાં આવશે.