લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
2277
અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજકોટ ખાતે કહ્યું હતું.. આજે ૨૯ માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના ૫૭ એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. ઉડાન યાત્રી કાફે ખુલવાથી હવે એરપોર્ટ પર મુસાફરોને રૂ.૧૦માં ચા અને રૂ.૨૦માં કોફી મળી રહેશે. આ દરમિયાન રામમોહન નાયડુએ મહત્વના મુદ્દાઓને લઈ કહ્યું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, એર કાર્ગો ટર્મિનલ શરૂ થશે. દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ, ૨૦૦ હેલિપેડ બનશે. યુદ્ધ વચ્ચે ગલ્ફ દેશોમાંથી ૫ લાખ લોકોને ભારત પરત લાવ્યા છે. એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યુ હતુ કે, રાજકોટ સહિત દેશના ૫૭ એરપોર્ટ ઉપર અલગ-અલગ નાગરિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશમાં ૧૧ એરપોર્ટ પર ઉડાન કાફે, ૮ જગ્યાએ ડ્ઢય્ યાત્રા, ૫૦ જગ્યાએ વાઈફાઇ ફેસેલિટિ, ૧૧ અવસર આઉટલેટ, ૧૦ કિડઝ પ્લે ઝોન, ૧૬ ફ્લાયબ્રેરિઝ અને ૮ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું પણ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું છે.