/
રાજયમાં ખાનગી તબીબોને કોરોના સામેની સારવારમાં જોડાવવા આમંત્રણ : રોજનું રૂા.5 હજારનું ખાસ ભથ્થુ

ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહયુ છે અને સરકારી હોસ્પિટલમાં તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ પણ સંક્રમણનો ભોગ બનતા કોરોના સારવાર માટે પુરતા તબીબો મળવા સામે પ્રશ્ર્ન ઉભો થયો છે.

તે સમયે ગુજરાત સરકારે રાજયના ખાનગી તબીબોને હવે કોરોના સેવામાં જોડાવવા માટે આકર્ષક ઓફર કરી છે. તમામ તબીબોને મોકલવામા આવેલા એક સંદેશામાં સરકારે 7 દિવસ માટે દરેક તબીબ સરકારી સેવામાં જોડાઇ તે માટે આમંત્રણ આપ્યુ છે. જેમાં તમામ ખાનગી તબીબો જોડાઇ શકશે.તેઓને પ્રતિદિન રૂ.5000 નું ખાસ વળતર આપવામાં આવશે. 

અને જો આ તબીબ કોરોના સંક્રમીત થાય તેને કોરોન્ટાઇન પીરીયડના રૂ.15000 આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી તબીબોની દવાઓનો સંપુર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. આ વ્યવસ્થામાં ફીજીશ્યન, ક્રિટીકલ કેર નિષ્ણાંત સહીતના વિવિધ તબીબ શાખાઓના લોકો જોડાઇ શકશે. સરકારે હાલ પ્રથમ તબકકે 7 દિવસની ડયુટી ઓફર કરી છે અને ત્યારબાદ તબીબ ચોકકસ સમય પસાર કર્યા બાદ ફરી એકવખત 7 દિવસ માટે સરકારી સેવામાં જરૂર હશે તો જોડાઇ શકશે.  રાજયમાં જે રીતે સરકારી હોસ્પિટલોમાં તબીબો સંક્રમીત થઇ રહયા છે તે જોતા આ વ્યવસ્થા કરી હોવાનું આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયુ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution