વડોદરા, તા.૨૦ 

કોરોના વાઈરસના સંક્રમણમાં વધુ ૧૬ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે નવા વધુ ૭૮ કોરોના પોઝિટિવ આવતાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૩૬૮૨ પર પહોંચી હતી. ડેથ ઓડિટ કમિટીએ વધુ એક દર્દીનું મૃત્યુ જાહેર કરતાં મૃત્યુ પામનારની સંખ્યા ૬૩ પર પહોંચી હતી. બીજી તરફ ૧૧૩ દર્દીઓને રજા આપવામાં આવી હતી. વિવિધ વિસ્તારો ૧૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી દિવસ દરમિયાન ૫૪૧ સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૭૮ પોઝિટિવ તથા ૪૬૩ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે ૬૧૭ દર્દીઓ પૈકી ૪૫૩ સ્થિર, ૧૨૬ ઓક્સિજન પર, ૩૮ વેન્ટિલેન્ટર પર હોવાનું જાણવા મળેલ છે.

મોતને ભેટેલા દર્દીઓમાં આણંદ જિલ્લાના બોરસદના ૬૦ વર્ષીય વૃદ્ધનું સયાજીમાં સારવાર વેળા મોત થયું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળાના મોટા માલિવાડ ખાતે રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધનું સયાજીમાં સારવાર વેળા મોત થયું હતું. ભરૂચના અંકલેશ્વરના શાકભાજી બજાર પાસે આવેલ શુભનવાડ ખાતે રહેતા ૮૨ વર્ષીય વૃદ્ધ કોરોનાની અસર હેઠળ તેમને ભરૂચની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાતાં ત્યાંથી વધુ સારવાર માટે સયાજીમાં સારવાર વેળા મોત થયું હતું. ભરૂચના પાંચબત્તી બજાર વિસ્તારના બિરબલ નગરમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધનું સયાજીમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ધીરજ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા મુસ્લિમ દર્દીનું ઈનિકાલ થયું હતું. દાહોદ ખાતે રહેતી ૩૬ વર્ષીય મહિલાનું સયાજીમાં તેણીનો રિપોર્ટ આવે તે પૂર્વેે જ મોત થયું હતું. અંકલેશ્વરના હાંસોટ રોડના યોગેશ્વરનગરના ૭૨ વર્ષીય કોરોના સંક્રમિત થતાં ગોરવા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ડભોઈના મોટાકુંભારવાડામાં રહેતા પપ વર્ષીય વ્યક્તિનું જેતલપુર રોડની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું.

આણંદ ટાઉનમાં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ થતાં તેમનું મોત થયું હતું. આણંદ વોરા કોલોની પાછળ આવેલ નિશાંત કોલોનીમાં રહેતા ૪૯ વર્ષીય યુવાન કોરોનાની અસર હેઠળ દાખલ કરાતાં જ્યાં વધુ સારવાર માટે પાણીગેટ બહાર મુસ્લિમ મેડિકેર સેન્ટરમાં દાખલ થતાં આજ તેમનું મોત થયું હતું. જંબુસરના કયુરિયા ગામે રહેતા ૮૦ વર્ષીય કોરોનાના પોઝિટિવ રિપોર્ટ સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ્યાં તેમનું સારવાર વેળા મોત થયું હતું. દાહોદ ટાઉનની અમૃતવાડીમાં રહેતા ૬૮ વર્ષીય મહિલાને જેતલપુર રોડની હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર વેળા મોત થયું હતું. ભરૂચ અંકલેશ્વર ખાતે રહેતી વ્યક્તિ કોરોના સંક્રમિત થતાં ભરૂચની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાતાં જ્યાં વેન્ટિલેટર ખાલી ન હોવાથી વડોદરાની ન્યુ વીઆઈપી રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર વેળા મોત થયું હતું.

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પક્ષપલટુ અક્ષય પટેલ કોરોના પોઝિટિવ

વડોદરા : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અને કોંગ્રેસને રામ રામ કરી ભાજપા સાથે હાથ મિલાવનાર પક્ષપલટુ કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેતન ઈનામદારને સૌ પ્રથમ ડો. વિસૃત પરમારે સાવલીના પોઈચા રોડ પર આવેલ કેતન ફાર્મ ખાતે હોમબેઝડ કોવિડકેરનું પાટિયું લગાવ્યું હતું તેમજ કેતન ઈનામદારને કોરોનાની સારવાર માટે વડોદરાના ગેંડા સર્કલ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

એસ.એસ.જી. ગોત્રીમાં૩૫૦ બેડ વધારવાનું આયોજન કરાયું

વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના વધતા વ્યાયના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર તથા ફરજ પરના ખાસ અધિકારીની સુચનાને ધ્યાનમાં રાખી શહેરની સયાજી હોસ્પિટલમાં ૨૦૦ બેડ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ બંને હોસ્પિટલના સુચારૂ સંચાલન માટે એડમિનિસ્ટ્રેટર તરીકે વુડાના સી.ઇ.ઓ અશોક પટેલ તથા એડવાઇઝર તરીકે ડો.મીનું પટેલની નિમણૂંક કરવામાં આવી છે.