/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રામમંદિર નિર્માણ માટે વર્ષોથી સંઘર્ષ કરનારા કારસેવકોનું સન્માન

અરવલ્લી,તા.૮ 

સાબરકાંઠા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય, બજરંગ દલ દ્વારા ૧૯૮૪થી અત્યાર સુધી અયોધ્યામાં ભગવાન રામજીનું ભવ્ય મંદિર બને તે માટે આંદોલન, કારસેવા તેમજ શિલાન્યાસમાં જેમનું યોગદાન રહ્યું છે તેમજ વીરગતિ પામેલા કારસેવકોના પરિવારની મુલાકાત કરી સન્માન પત્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોધરાકાંડમાં જેઓ વીરગતિ પામ્યા હતા એવા કુબાધરોલ કંપાના લખુભાઇ હરજીભાઈ પટેલના પરિવારની મુલાકાત લઇ એમના ગંગા સ્વરૂપ પત્ની શાંતાબેનનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ કાર સેવામાં ભાગ લીધો હતો તેવા મહેન્દ્રભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, રમેશભાઈ પટેલને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડબ્રહમા તાલુકાના અને ગોધરાકાંડમાં  વીરગતિ પામેલા કારસેવક ખીમજીભાઇ કરસનભાઈ પટેલ અને તેમના પરિવારનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ગોધરાકાંડના સાક્ષી અને કારસેવક કેશુભાઈ દેવજીભાઈ પટેલ અને સુરેશભાઇ પટેલને પણ પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ખેડબ્રહ્માના જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર, રામજીભાઈ મહારાજ તથા ચૌધરી પ્રગ્નેશ કુમાર, હરપાલસિંહ ચૌહાણ અને જિલ્લામાંથી પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા પ્રાંત મહામંત્રી જયંતીભાઈ પટેલ, રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, ધર્મરક્ષા પરિષદ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ ભાર્ગવ દવે, હિન્દુ હેલ્પલાઇન હિંમતનગર તાલુકા અધ્યક્ષ હાર્દિકભાઈ સોની, હિંમતનગર શહેર રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ પ્રવીણસિંહ રાજપૂત, આંતરરાષ્ટ્રીય હિન્દુ  પરિષદ હિંમતનગર શહેર મંત્રી અતુલભાઈ મકવાણા, રાષ્ટ્રીય બજરંગ દળ હિંમતનગર શહેર મંત્રી અનિલભાઈ વણઝારા હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution