/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આતંકી ઘટનાઓને લઈ એલર્ટ નર્મદાના ૫ાંચ બેટ પર મંજૂરી વગર પ્રવેશ બંધ

ભરૂચ, ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કોઇ ગુનાઇત કૃત્યને અંજામ અપવામાં આવે તેવી શક્યતાઓને લઇને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. બીજી તરફ જિલ્લા વહિવટી તંત્રએ પણ વિવિધ જાહેનામાઓ પ્રસિધ્ધ કરીી ચોક્કસ બંધનો લાદવામાં આવ્યાં છે. આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, અસામાજિક તત્વો દરિયાઇ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલાં ટાપુઓ તેમજ આલીયાબેટ આવી રોકાણ કરે તેવી શક્યતાઓને લઇને જિલ્લાના પાંચેય ટાપુઓ પર અધિકૃત અધિકારીની પુર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂના મોબાઇલ-સીમકાર્ડના વેચાણ તેમજ હોટલ, દુકાનો પર સીસીટીીવી લગાવવા સહિતના વિવિધ મુદ્દાઓને લઇને ખાસ જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં છે. 

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થવાની છે. ઉપરાંત ૨૬ મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ હોઇ શહેર જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કોઇ ગુનાઇત કૃત્યને અંજામ આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ત્રાસવાદીઓ દરિયાઇ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલાં ટાપુઓ જેમકે સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ તેમજ આલિયાબેટમાં આવી રોકાણ કરે તેવી શક્યતાઓને લઇને તમામ બેટ પર અધિકૃત અધિકારીની મંજૂરી વિના કોઇ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ કોઇ પણ પ્રકારના બાંધકામ, ધાર્મિક મેળાવડા ન કરવા સૂચના અપાઇ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution