ગાંધીનગર-

રાજ્યમાં લાંબા સમયથી તબીબો દ્વારા પડતર માગણીને લઈ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7માં પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે. GMERS હેઠળ ભરતી થયેલા ટ્યુટર અને મેડિકલ ઓફિસર સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા તબીબોને પણ લાભ મળશે. આ સાથે તેમની અન્ય માગણીનો પણ સ્વિકાર કર્યો છે. જેમાં NPAનો હવે સાતમાં પગાર પંચ પ્રમાણે અપાશે. સાથે એક કમિટીનું પણ ગઠન કર્યું છે.

તેમણે કહ્યું હતું કે એડહોક ધોરણે ફરજ બજાવતા તબીબી શિક્ષકોની સેવાઓ નિયમિત કરવાની માંગણીનો પણ સ્વીકાર કરવામા આવ્યો છે. રજા પગારને પેન્શન માટે સ્થાયી કરવા આદેશ કરવામા આપ્યો છે. મેડીકલ કોલેજના શિક્ષકો જે હંગામી ધોરણે કામ કરતા હતા તે લોકોને ચાલુ રાખવા આદેશ આપવામા આવ્યો છે. જીએમઇઆરએસમા નર્સિંગ સંપર્ક માટે પણ આગેવાનો સાથે ચર્ચા વિચારણા થઇ હતી. તેમની પણ સાતમા પગાર પંચની માંગણી સ્વીકારવામા આવી છે. એમા સીપીએફ, એલટીસી, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ માટે કમિટીની રચના કરવામા આવી છે, જે આગામી સમયમાં અન્ય નિર્ણયો લેશે.