નડિયાદ : પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ડાકોર રણછોડરાય મંદિરના પૂૂજારીને ૯ હજારની કિંમતની ચાર બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. પોલીસે દારૂ સાથે ૭ લાખની કાર પણ જપ્ત કરી હતી. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ આગળ દમણથી આવતી કાર અટકાવી તલાશી લેતાં કારમાંથી દારૂની ટીચર્સ, પાસપોર્ટ સ્કોચ, બ્લેક ડોગ, બ્લેક એન્ડ વ્હાઇટની ૪ બોટલ મળી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક પાર્થકુમાર પુંદરીકભાઈ ખંભોળજા ડાકોરનો રહીશ છે. પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જાેકે, પાર્થ ડાકોર ખાતે આવેલાં રણછોડરાય મંદિરનો પૂજારી હોવાની વિગત પછીથી બહાર આવી હતી. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યાં બાદ ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પાર્થ દમણની સહેલગાહે આવ્યો હતો અને ત્યાંથી કારમાં દારૂ લઈને જતો હતો. આરોપી ડાકોરના મંદિરમાં ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. પાર્થ ખંભોળજા ડાકોરના રણછોડરાય મંદિરના વારસદાર સેવક પરિવારનો પુત્ર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. તેનાં પિતા ડાકોર મંદિરમાં ર્કિતનકાર છે. પાર્થ ડાકોર રણછોડરાય ભોજનાલય પણ કોન્ટ્રેક્ટ પદ્ધતિએ ચલાવે છે. જાેકે, આ બાબતે મંદિર કમિટી સાથે વિવાદ પણ હોવાની ચર્ચા છે.