/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પૂર્વે ઇવીએમની ચકાસણીને આખરી ઓપ આ૫વામાં આવ્યો

વડોદરા, તા.૨૭

શહેર- જિલ્લાની ૧૦ વિધાનસભાની બેઠકો પર બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે યોજાનાર મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મતદાન મથકો પર ઇવીએમ દ્રારા મતદાન માટેની પ્રકિયાઓમાં ઇવીએમ ચકાસણી કરવામાં આવી રહી છે. વિવિધ કેન્દ્રો પર રાખવામાં આવેલ ઇવીએમ મશીનો ની ટેકનિકલી રીતે યોગ્ય છે તેની ચકાસણી કરવામાં આવી હતી. શહેરના ભવન્સ સ્કુલ ખાતે મુકવામાં આવેલ ઇવીએમ મશીનો ની ચકાસણી કરી તેને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નિષ્ણાંત ટેકનિકલ અધિકારીઓએ મતદાનનાં દિવસે ઇવીએમ મશીન ખોટકાઇ ન જાય અને મતદાન માં કોઇ વિલંંંબ ન થાય તે માટે ખાસ તકેદારી ઇવીએમ મશીનની ચકાસણી હાથ ધરી હતી અને તેને સીલ કરવામાં આવ્યા હતા.

૧૦ બેઠકો પર ઉપયોગમાં લેવાનારા ઇવીએમ મશીનો પૈકી રેન્ડમ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઇવીએમ સ્ટોંગરૂમ માં મુકવામાં આવતા હોય છે અને મુખ્ય ચૂંટણી અધિકારીની સુચના પરવાનગી વિના તે રૂમ ખોલી શકાતો નથી. શહેર- જિલ્લાની ૧૦ બેઠકો પર એક બુથ એક ઈવીએમ મશીન અંતર્ગત ફાળવવામાં આવશે. અને મતદાન દરમિયાન જાે ઇવીએમ મશીન બગડી જાય તો તરતજ ઇવીએમ મશીનને રીપ્લેશ કરવાની તૈયારીઓ પણ ચૂંટણી તંત્ર દ્રારા રાખવામાં આવે છે. ઈવીએમ મશીનો સાથે વીવીપેટ મીશનો નું પણ સંબધિત મતદાન મથકોને મતદાન પ્રકિયાને ધ્યાંનમાં રાખીને વિતરણ પ્રકિયા હાથ ધરવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution