વડોદરા-

સ્માર્ટ સીટીનો દાવો કરનાર વડોદરા કોરપોરેનની પોલ વરસાદે ખુલ્લી પાડી દીધી છે,વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે જેના કારણે શહેરીજનોને હાલાકિનો સમાનો કરવો પડી રહ્યો છે.

 શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ની સામે આવેલ પોસ્ટ ઓફિસમાં વરસાદના પાણી ભરાયા અને ટપાલ, કાગળો કોમ્પ્યુટર થી લઈને અનેક ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગયા હતા. આ પોસ્ટ ઓફિસ ટૂંક સમય પહેલાં મેન્ટલ હોસ્પિટલ ની સામે આવેલ હતી પરંતુ તેને ખસેડીને પોસ્ટ ઓફિસ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ની સામે આવેલ ભોંયરામાં પોસ્ટ ઓફિસ ચાલુ કરી હતી આ પોસ્ટ ઓફિસ ગોધરા માં હોવાથી હાલ તમામ ચીજવસ્તુઓ કાગડો પડી ગયા છે .પોસ્ટ ઓફિસ ના હાલના મેનેજર જણાવે છે આ ઉપરની ઉપરથી જવાબદારી છે મારી નથી એવું કંઈ લૂલો બચાવ કરે છે પરંતુ જ્યારે આ પોસ્ટ ઓફિસ લીધી ત્યારે કેમ કોઈ વિચાર કરવામાં આવ્યો નહીં અને ભોયરામાં પોસ્ટ ઓફિસ લેવી પડી હતી.