ઈરાન-અમેરિકા યુદ્ધની શરૂઆત? દુબઈમાં ફસાયા હજારો ગુજરાતી, 444 ફ્લાઇટ રદ – શું ભારત કરશે રેસ્ક્યૂ ઓપરેશન?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2026  |   2574

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્હે ચાલી રહેલ તણાવ. તો આજે અમે તમારા માટે આ જ વિષય પર મહત્વની અને જાણવા જેવી બાબત લઈને આવ્યા છીએ. ઈતિહાસમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેઓનું અવસાન માત્ર એક નેતાની વિદાય નથી રહેતું, પરંતુ આખી રાજ્યવ્યવસ્થા, વિચારધારા અને ભવિષ્યના દિશાસૂચક પર પ્રશ્નચિહ્ન મૂકી દે છે. અને ઈરાન જેવી થિયોક્રેટિક પ્રજાસત્તાકમાં સર્વોચ્ચ નેતા માત્ર રાજકીય પદ નથી, તે રાષ્ટ્રની આત્મા, ક્રાંતિનો પ્રતિક અને સત્તાના સર્વોચ્ચ કેન્દ્ર છે. અને જ્યારે વિશ્વમાં અચાનક સમાચાર ફેલાય છે કે આયતુલ્લાહ અલી ખામેનેઈનું અવસાન થયું છે, જ્યારે ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈનું અવસાન થાય છે અને આખું દેશ એક અનિશ્ચિતતા, આશંકા અને સત્તાના પરિવર્તનના મોરચે ઊભું થાય છે, તેહરાનની ગલીઓમાં ચિંતાનો માહોલ છે,


કુમની મસ્જિદોમાં દુઆઓ ચાલી રહી છે, અને રાજકીય વર્ગોમાં ચર્ચા છે કે હવે શું થશે, તેહરાનથી લઈને કુમ અને મશહદ સુધી શોકની સાથે એક અદૃશ્ય રાજકીય ગણિત શરૂ થાય છે. ઈરાનનું બંધારણ સ્પષ્ટ કહે છે કે સર્વોચ્ચ નેતાના અવસાન કે પદભ્રષ્ટ થવા પર કલમ 111 મુજબ વચગાળાની લીડરશિપ કાઉન્સિલ રચાય છે. અને આ કાઉન્સિલમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગુલામ-હુસૈન મોહસની એજઈ અને ગાર્ડિયન કાઉન્સિલના જ્યુરિસ્ટ તરીકે એક એવું નામ સામે આવે છે જે વર્ષોથી સત્તાના પરિધિ પર હતો પરંતુ હવે કેન્દ્રસ્થાને છે – અલી રઝા અરાફી. જિહા, ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય તરીકે અચાનક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચર્ચાનો કેન્દ્ર બનનાર નામ છે – અલી રઝા અરાફી, એક એવો ધર્મગુરુ જેને કેટલાક વર્ષો પહેલાં સુધી બહુ ઓછા લોકો ઓળખતા હતા પરંતુ છેલ્લા દાયકામાં તેઓ ઈરાનના ધાર્મિક અને રાજકીય માળખામાં શાંત રીતે, પરંતુ અત્યંત વ્યૂહાત્મક રીતે પોતાની જગ્યા મજબૂત કરતા આવ્યા છે, અલી રઝા અરાફીનો ઉદય કોઈ એક દિવસની ઘટના નથી.


1959માં યઝ્દ પ્રાંતના મેબદ શહેરમાં જન્મેલા અલી રઝા અરાફી એક એવા પરિવારમાં ઉછર્યા જ્યાં ધર્મ અને રાજકીય વિરોધ બંને જીવનનો હિસ્સો હતા, તેમના પિતા મોહમ્મદ ઇબ્રાહીમ અરાફી પહલવી શાસનના વિરોધી અને Ruhollah Khomeiniના વિચારોથી પ્રેરિત ધર્મગુરુઓ સાથે જોડાયેલા હતા, બાળપણથી જ અરાફી માટે મસ્જિદ માત્ર દુઆનું સ્થળ નહોતું પરંતુ વિચાર અને વિરોધનું કેન્દ્ર હતું, કુમમાં તેમનો અભ્યાસ માત્ર પરંપરાગત ઇસ્લામી શિક્ષણ પૂરતો મર્યાદિત નહોતો રહ્યો પરંતુ તેમણે શિયા ફિક્હ, તફસીર, ફિલોસોફી અને રાજકીય વિચારધારામાં ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું, મોર્તેઝા હૈરી યઝદી, મોહમ્મદ ફાઝલ લંકરાની, હુસૈન વાહિદ ખોરાસાની અને મોહમ્મદ તાકી મિસ્બાહ યઝદી જેવા વિદ્વાનોની પાસે શિક્ષણ લેતાં તેઓ માત્ર એક શિષ્ય નહોતા રહ્યા પરંતુ એક વિચારશીલ ધર્મવિદ્વાન તરીકે ઘડાયા, 16 વર્ષની ઉંમરે પહલવી શાસન વિરુદ્ધ ચળવળમાં જોડાવા બદલ ધરપકડનો સામનો કરવો એ તેમની રાજકીય યાત્રાની શરૂઆત હતી,


1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનના ધાર્મિક સંસ્થાગત માળખામાં એક નવી ગતિ આવી અને કુમ વિશ્વના શિયા અભ્યાસનું કેન્દ્ર બની ગયું, 1979માં કુમમાં સ્થાપિત "કાઉન્સિલ ફોર ધ સુપરવિઝન ઑફ નોન-ઇરાનિયન સ્ટુડન્ટ્સ" જે પછી "વર્લ્ડ સેન્ટર ફોર ઇસ્લામિક સાયન્સ" તરીકે ઓળખાયું તે સંસ્થાએ વિશ્વભરના શિયા વિદ્યાર્થીઓને આકર્ષ્યા અને 2002માં ખામેનેઈએ અરાફીને તેનું નેતૃત્વ સોંપ્યું, આ નિમણૂક માત્ર એક શૈક્ષણિક જવાબદારી નહોતી પરંતુ વિશ્વ શિયા નેટવર્ક પર પ્રભાવ જમાવવાનો વ્યૂહાત્મક પગલું હતું

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution