લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓક્ટોબર 2025 |
જેરૃસલેમ |
18216
200ની ધરપકડ, અનેક દેશો ભડક્યાં, ઈઝરાયલને ગાઝાની દાયકાઓથી નાકાબંધી કરી રાખી છે
ઈઝરાયલના સૈન્યએ ગાઝા જતાં વિદેશી એક્ટિવિસ્ટ અને રાહત સામગ્રીથી ભરેલી અનેક બોટને અટકાવી અટકાયતનો દોર ચલાવ્યો છે. આ તમામને ઈઝરાયલના પોર્ટ પર લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલની આ કાર્યવાહીના પડઘાં સમગ્ર વિશ્વમાં પડ્યા છે.આ કાફલાને ગ્લોબલ સમુદ ફ્લોટિલા નામ અપાયું હતું જેમાં ઘણાં દેશોમાંથી વિવિધ વિદ્વાનો, એક્ટિવિસ્ટ, ડૉક્ટર્સ વગેરે ગાઝા પીડિતો માટે મદદ લઈને જઈ રહ્યા હતા.
જોકે, ઈઝરાયલે ગાઝામાં અનેક દાયકાઓથી નાકાબંધી કરી રાખી છે અને ત્યાં હમાસ વિરુદ્ધ યુદ્ધ પણ ચાલી રહ્યું છે જેના કારણે ભારે તબાહી મચી છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઈઝરાયલના વિદેશ મંત્રાલયે એક વીડિયો શેર કર્યો છે જેમાં ગ્લોબલ સમુદ ફ્લોટિલામાં સામેલ સૌથી ચર્ચિત સ્વિડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને બતાવાઈ છે જે ડેક પર બેસેલી છે અને તેની ચારેબાજી ઈઝરાયલના સૈનિકો ઘેરી વળ્યા હતા. ઈઝરાયલે આ સાથે પાકિસ્તાનના પૂર્વ સાંસદ મુશ્તાક અહેમદ ખાનને પણ અટકાયત કરી છે.