ઇઝરાયેલનો યમન-ગાઝામાં ભીષણ હુમલો : 76નાં મોત
12, સપ્ટેમ્બર 2025 ગાઝા   |   2673   |  

ઇઝરાયેલે દોહામાં કરેલા હુમલાથી મધ્યપૂર્વમાં રાજકીય તણાવ વધ્યો

ઇઝરાયેલે ચમન અને ગાઝામાં ભીષણ હુમલા ચાલુ રાખ્યા છે. યમને મિસાઇલ છોડયા પછી ઇઝરાયેલે કરેલી એરસ્ટ્રાઇકમાં ૩૫ના મોત થયા છે અને ગાઝામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં ૪૧ના મોત નીપજ્યા છે. આમ ઈઝરાયેલના હુમલામાં કુલ ૭૬ના મોત નીપજ્યા છે. ઉપરાંત ઇઝરાયેલે ગાઝામાં ઓપરેશનનો વ્યાપ વધારતા દસ લાખ ગાઝાવાસીઓને શહેર છોડવાનો આદેશ આપ્યો છે.

ઇઝરાયેલે યમન પર કરેલા હુમલામાં ૩૫ના મોત તેમજ ૧૩૦થી પણ વધુને ઈજાગ્રસ્ત થયા છે. હુથી બળવાખોરો ઇઝરાયેલના એરપોર્ટ પર કરેલા સફળ હુમલા પછી ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો હતો. ઇઝરાયેલે યમનની રાજધાની સના પર હુમલો કર્યો હતો, અહીં મુખ્યત્વે હુથીઓના મિલિટરી હેડક્વાર્ટર અને ફ્યુઅલ સ્ટેશન આવેલા છે. ઇઝરાયેલે તેના પર હુમલો કર્યો હતો.

ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કરેલા હુમલામાં કુલ ૪૧ના મોત નીપજ્યા છે. જ્યારે ૧૮૪થી વધારે લોકોને ઇજા થઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution