મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   3069

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની શિંકાનસેન ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ત્ન-સ્લેબ બેલેસ્ટલેસ આધારિત ટ્રેક સિસ્ટમનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ થશે. ગુજરાતમાં સુરત નજીક કિમ અને આણંદ ખાતે બે આધુનિક ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગનાં કારખાનાઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કાંક્રીટ સ્લેબને ચોક્કસ માપદંડ સાથે તૈયાર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, કારખાનાઓમાં બનેલા ટ્રેક સ્લેબને સ્ટેકિંગ વિસ્તારમાં સંગ્રહિત કરવામાં આવે છે. બાદમાં ટ્રેલરો દ્વારા ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ સુધી પહોંચાડવામાં આવે છે, જે જમીન તેમજ વાયાડક્ટ પર ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનોના સંચાલન માટે આધારરૂપ બને છે. ટ્રેક નિર્માણ માટે રેલ, ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનો માટે કન્સ્ટ્રક્શન બેઝ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં ૧૦ ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ કાર્યરત છે. જેમાંથી ૪ સુરત–બિલીમોરા–વાપી વિભાગ વચ્ચે અને ૬ વડોદરા–આણંદ–અમદાવાદ વિભાગ વચ્ચે આવેલા છે. ટ્રેક સ્થાપન પ્રક્રિયા સંપૂર્ણપણે આધુનિક મશીનરી દ્વારા જાપાનની બાંધકામ પદ્ધતિઓ મુજબ ડિઝાઇન કરવામાં આવી છે. ૨૫ મીટર લાંબી ૬૦ કિલોગ્રામ રેલને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીન દ્વારા જાેડીને ૨૦૦ મીટર લાંબા પેનલ બનાવવામાં આવે છે, જે ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ પર વાયાડક્ટ ઉપર તૈયાર થાય છે. ૩૨૦ કિમી પ્રતિ કલાકની ગતિએ હાઇ-સ્પીડ ટ્રેન સંચાલન માટે યોગ્ય બનાવવા માટે, રેલ વેલ્ડિંગ શરૂ કરતાં પહેલાં કડક પરીક્ષણ અને મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution