ચમોલી-
રાજ્યમાં ભારે આપત્તિ તૂટી પડી છે. ત્યારે ચમોલીના જોશીમઠ-નીતિ બોર્ડર માર્ગ પર તમક ગામની પાસે ભૂસ્ખલન તવાના કારણે વાહનવ્યવહાર ત્રણ દિવસથી બંધ છે. આના કારણે અનેક ગામના સંપર્ક તૂટી ગયા છે. ગ્રામીણો સુધી દૈનિક સામગ્રી અને રાશન નથી પહોંચી રહ્યું. તેવામાં ગ્રામ્યજનોએ સરકારને અહીં હેલી સેવાની માગ કરી છે. જોશીમઠ-નીતિ બોર્ડર માર્ગ જોશીમઠથી 37 કિલોમીટર નીતિની તરફ તમક ગામની પાસે બંધ છે. અહીં પર લેન્ડસ્લાઈડ ઝોન બની ગયો છે, જેના કારણે રસ્તાઓ અવારનવાર બંધ થઈ જાય છે. તો બીઆરઓ દ્વારા માર્ગ ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સતત થઈ રહેલા ભૂસ્ખલન અને પહાડથી પડતા બોલ્ડરોના કારણે રસ્તા ખોલવામાં તકલીફ થઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં રસ્તો બંધ છે. ઉત્તરાખંડમાં સતત ભૂસ્ખલન થવાના કારણે જોશીમઠ-નીતિ બોર્ડર માર્ગ ત્રણ દિવસથી બંધ છે. માર્ગ બંધ થઈ જતા સ્થાનિક લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Loading ...