લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
1782
ગત વર્ષ કરતા આ વર્ષે કેસર કેરીના ભાવમાં ૨૦ ટકાનો નોંધપાત્રો વધારો થયો છે. અમદાવાદના નરોડા ફ્રૂટ બજારમાં રત્નાગિરિ કેસર કેરીના ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા છે તો તો ઉના,તલાળાની કેસર કેરીના ૨૦૦-૨૫૦ રૂપિા પ્રતિ કિલો ભાવ બોલાઇ રહ્યો છે. નોંઘનિય છે કે માવઠાના અને મીની વાવાઝોડાના કારણે કાચી કેરી ખરી ગઇ હોવાથી ઘણું નુકસાન થયું છે. હજુ પણ આગામી દિવસોમાં માવઠાનું જાેખમ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગે ૨૯થી ૩૧ માર્ચ સુધી ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં ૨૯ માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. આના કારણે ફરી કેરીના પાકને પારાવાર નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. જેના કારણે કેરીના ભાવ વધી પણ શકે છે. નોંધનિય છે કે, ગીર સોમનાથના કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં જાેરદાર પવન અને માવઠાથી ભારે નુકસાન. પવનના કારણે આંબા પરથી મોટા પ્રમાણમાં કાચી કેરી (ખાખડી) જમીન પર ખરી પડી હતી.બગીચાઓમાં ભેજ વધતા ફળમાખી, મધિયો અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં, જે કેસર કેરીના ગઢ તરીકે આખી દુનિયામાં ઓળખાય છે, ત્યાં થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદ (માવઠા) અને જાેરદાર પવનને કારણે બાગાયતી ખેડૂતોને મોટો ઝાટકો લાગ્યો છે.