વાઘોડિયા
પીપળીયા ખાતે આવેલ સુમનદિપ વિઘ્યાપીઠના ધીરજ હોસ્પિટલમાં અકસ્માતમા બાદ દાખલ કરાયેલી અંકલેશ્વરની બ્રેનડેડ મહિલાના કિડની અને લીવર ડોનેટ કરાયા હતા. ફેબ્રુઆરી મહિનામા ચોથી તારીખે એક ૩૪ વર્ષીય તૃપ્તિબેન ભાવેશકુમાર અપરનાથને એક રોડ એક્સિડન્ટમાં ઈજાના કારણે માથાના ભાગે થયેલી ગંભીર ઇજાઓ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. ધીરજ હોસ્પિટલના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ અને આઈસાયુ ની ટીમ જેમાં ડોક્ટર ભગવતી, ડોક્ટર સંજય પ્રકાશ, ડોક્ટર વિવેક વાસવાણી, ડોક્ટર સંદીપ અને ડોક્ટર અમિત ચૌધરીની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ તબીબી ટીમ દ્વારા તૃપ્તિબેનને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ ધિરજ હોસ્પીટલના તબીબોએ તેમના સંબંધીઓને કરી હતી. તૃપ્તિબેનના બ્રેઇન ડેડ બાદ અકસ્માતની આવી કોઈક ઘટનામાં તૃપ્તિબેન દ્વારા થયેલ અંગદાનની મદદથી ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકાય છે તેવી સમજાવટથી ધીરજ હોસ્પિટલના તબીબો દ્વારા તૃપ્તિબેનના પરિવારજનોને કરવામા આવી હતી. જેથી તેમના પરિવારજનો ઓર્ગન ડોનેટ કરવા તૈયાર થયા હતા. જે બાદ હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ અમદાવાદ ખાતેની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસિઝ અન સીઆઇએમએસ હોસ્પિટલના તબીબોને કરાઈ હતી. ૭મી ફેમ્બુઆરીએ અમદાવાદથી આવેલ ટીમ સાથે ધિરજ હોસ્પીટલના નિષ્ણાંત તબીબોએ તૃપ્તીબેનના કિડની અને લીવરને સ્વીકારી અમદાવાદ ખાતે સુરક્ષીત રીતે મોકલવામા આવ્યા હતા. ધિરજ હોસ્પીટલના મેડ્કલ સુપ્રીમટેન્ડન ડૉ. લવલેશ કુમારે તૃપ્તીબેનના પરિવારનો આભાર માન્યો હતો. તો ખુબજ સાવચેતી પુર્વક ઓર્ગેન સ્વીકારવા બદલ સમગ્ર ધિરજ હોસ્પીટલની ટીમને પરીવારે અભીનંદન આપ્યા હતા.