આજના સમયમાં માર્કેટમાં મળતા શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં ખૂબ વધારે પ્રમાણમાં રાસાયણિક દવાઓ અને ખાતરનો ઉપયોગ થવા લાગ્યો છે. જેના કારણે આહારમાંથી પોષક તત્વ ઓછા થવા લાગ્યા છે. ખોરાકને પોષણક્ષમ બનાવવા માટે કિચન ગાર્ડનની વ્યવસ્થા ખૂબ ઉપયોગી થઈ શકે છે.કિચન ગાર્ડન એટલે ઘરની આજુબાજુ ખાલી પડેલી જમીન,અગાશી,છત,કે બાલ્કનીમાં ફળ,ફૂલ કે શાકભાજીનું વાવેતર કરવાની વ્યવસ્થાને કિચન ગાર્ડન કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેને રસોઈ બાગ પણ કહેવામાં આવે છે.આપણા ઘરના આંગણામાં જેવી રીતે સુંદર બગીચો બનાવતા હોઈએ તેવી જ રીતે રોજબરોજની જરૂરિયાતના ઉપયોગી થાય તેવા શાકભાજીને વાવવામાં આવે તો ખોરાકની પોષણક્ષમતા વધારી શકાય છે.
જૂના ઘરોમંા બાંધકામની વ્યવસ્થામાં કિચન ગાર્ડન એક મહત્વનો ભાગ બની રહેતો. રસોડામાંથી વહેતા વધારાના પાણીને બહાર આંગણામાં સુધી લઈ જવાતું અને ત્યાં રોજિંદા જીવનમાં ઉપયોગી તેવા શાકભાજી ફળફળાદી વાવી અને ઉછેરવામાં આવતા હતા.પરંતુ હવે સ્વતંત્ર મકાનો ઓછા થઈ જવાથી આવી વ્યવસ્થાઓ શક્ય બની શકતી નથી. પરંતુ હવે આ વ્યવસ્થાને ઘરની બહાર બાલ્કની કે રવેશનાં કુંડામાં ઉગાડવામાં આવે છે. કિચન ગાર્ડનમાં મોટાભાગે ખાદ્ય છોડ અને ફૂલોનો સમાવેશ થતો હોય છે.જે ઝડપી વિકાસ પામે અને ઓછી જગ્યા રોકે તેવા છોડના રોપાને વાવી અને આ રીતે ઉછેર કરવામાં આવે છે. અહીંયા ક્યારેક અજમો, તુલસી કે એના જેવા બીજા ઔષધીય ગુણ ધરાવતા છોડનો ઉછેર પણ કરવો ફાયદાકારક બની રહે છે.
આ રીતે બનાવેલા કિચન ગાર્ડન આપણને આર્થિક રીતે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
કેમ કે,શિયાળા તથા ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ ખૂબ જ વધારે હોય ત્યારે આવા સમયમાં શાકભાજી તાજી અને સ્વચ્છ ઘરે જ મળી રહે છે અને પૈસાની બચત પણ થાય છે. જાે તમારા ઘરમાં બહાર ગાર્ડન કે બાલ્કની વ્યવસ્થા ન હોય તો તમે રસોડાની બારી પર પણ નાના નાના કુંડામાં વેલાવાળા શાકભાજી વાવી શકો છો. આથી તેની દેખભાળ રાખવી પણ સરળ બની જાય છે. તેમાં દરરોજ અલગથી પાણી આપવાની પણ જરૂર પડતી નથી. કારણ કે રસોઈનું બિનજરૂરી પાણી આ કુંડામાં નાખી પાણીની બચત કરી શકાય છે. આ ઉપરાંત બિનજરૂરી શાકભાજીના છોતરા રસોડામાં થતો જૈવિક કચરો એ કુંડામાં નાખવાથી જેવી ખાતર તૈયાર થઈ જાય છે અને માટી વધારે ફળદ્રુપ બની જતી હોય છે.
કિચન ગાર્ડનનો ઇતિહાસ જાેઈએ તો પૌરાણિક સમયમાં ભારતીય સંસ્કૃતિનાં ઘરોમાં તેની વ્યવસ્થા કરવામાં આવેલી જાેવા મળે છે. આથી કહી શકાય કે કિચન ગાર્ડનની શરુઆત ભારતમાંથી થયેલી છે. પરંતુ હવે આ વ્યવસ્થાને ભારત કરતાં વિદેશોમાં વધારે સ્વીકારવામાં આવી છે. અમેરિકામાં તો તેને ર્સ્વનિભર બનાવવા માટે વસાહતનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત બ્રિટન અને યુરોપના કેટલાક દેશોમાં પણ કિચન ગાર્ડનને આધુનિક બાગકામ તરીકે સ્વીકારી અને ખાદ્ય છોડોનો સુશોભિત બગીચા તરીકે એકીકૃત કરવામાં આવે છે. જાેકે હવે ધીમે ધીમે મોટા શહેરમાં રહેતા લોકો ઘર વપરાશ માટે જરૂરી એવા આ રીતના શાકભાજી અને ફૂલોને ઘર આંગણે ઉગાડતા અને ઉછેરતા થયા છે. પરંતુ હજી કિચન ગાર્ડન સામાન્ય ઘરોમાં ખૂબ ઓછા પ્રમાણમાં જાેવા મળે છે.
કિચન ગાર્ડન બનાવવા માટે કેટલીક અગત્યની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. જેવી કે,... શાકભાજીના પાકના વાવેતરની પસંદગી હવામાન, ઋતુ અને વિસ્તાર પ્રમાણે કરવી જાેઈએ, ઘરઆંગણે ખરીફ પાક અને ઉનાળુ પાક લેવા ફાયદાકારક હોય છે. આ ઉપરાંત રીંગણી, મરચી, ટમેટા ડુંગળી, ટીંડોળા જેવા છોડની રોપણી કરી શકાય, આ ઉપરાંત છાયાવાળી જગ્યા હોય તો આદુ, મેથી, ધાણા, પાલક જેવા પાક લઈ શકાય, જાે સ્વતંત્ર મકાન હોય તો વેલાવાળા શાકભાજી જેવા કે કારેલા, દૂધી, તુરીયા પણ ઉગાડી શકાય. આ ઉપરાંત સરગવો અને લીંબુ જેવા છોડોનો પણ ઉછેર કરી શકાય, કિચન ગાર્ડન બનાવવા માટે ઘરમાં પાવડો ખોદાડી દાતરડું દવા છાંટવાના પંપ જેવા નાના મોટા સાધન પણ વસાવી રાખવા જાેઈએ.
કિચન ગાર્ડન કહો કે રસોઈ બાગ, ઘરમાં કરવામાં આવેલી આવી વ્યવસ્થાથી ઘણા બધા ફાયદાઓ મેળવી શકાય છે. સૌપ્રથમ તો દરરોજ તાજા અને મનપસંદ રાસાયણિક ખાતર કે દવા વગરના પોષણયુક્ત શાકભાજી મેળવી શકાય છે. આપણા ખાલી સમયનો સદુપયોગ થાય છે. આર્થિક ઉપાર્જન સાથે શારીરિક વ્યાયામ થતા તંદુરસ્તી પણ મેળવી શકાય છે, રસોઈમાંથી વધતું ખરાબ પાણી તેમજ શાકભાજીની છાલો કઠોળના કચરા દ્વારા સેન્દ્રીય ખાતર બનાવી તેનો સદુપયોગ કરી શકાય છે. ઘર આંગણે ઉગાડેલા શાકભાજી કે ફૂલ છોડ ઘરના વાતાવરણને પણ ખુશનુમા અને આનંદિત રાખે છે.
આ રીતે ઘરઆંગણે ઉછેરવામાં આવેલા શાકભાજી, ફૂલ છોડ ઘરના ઉપયોગમાં તો આવે જ છે, પરંતુ જાે આ આયોજનને એ વિસ્તૃત રીતે અપનાવવામાં આવે તો કિચન ગાર્ડનમાંથી મૌસમી પાક અને શાકભાજીને ઉછેરી અને ઉગાડીને આર્થિક ઉપાર્જન પણ કરી શકાય છે. હાલમાં બજારમાં મળતા ખેડૂતોએ પકાવેલા મોટાભાગના શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષો ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાની શક્યતાઓ અનેકગણી વધતી જાય છે. જેને લઈને માણસોનું શારીરિક સ્વાસ્થ્ય જાેખમાય છે અને લાંબાગાળે શરીરની તંદુરસ્તી ઉપર વિપરીત અસરો પડે છે. જેથી જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી આપણે આપણા ઘરઆંગણે શાકભાજી ઉછેરવા જાેઈએ.
Loading ...