KKRએ છ મેચ પછી વિજયનો સ્વાદ ચાખ્યો રોમાંચક મેચમાં RR ને ચાર વિકેટથી હરાવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026  |   3960



ઇન્ડિયન પ્રીમિયર લીગ: રિંકુ સિંહ અને અનુકુલ રોય વચ્ચે શાનદાર ભાગીદારી સાથે, કોલકાતા નાઈટ રાઇડર્સે છ મેચ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ માં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો. ટીમે રવિવારે ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ ને ૪ વિકેટથી હરાવ્યું. આ સિઝનમાં પોતાની પહેલી બે મેચ હાર્યા બાદ, KKR ની પંજાબ કિંગ્સ સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ટીમ સતત ત્રણ મેચ હારી ગઈ. આ જીત સાથે, દ્ભદ્ભઇ પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ, ચાર વિકેટથી જીત મેળવ્યા બાદ, ઇઇ ને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ હાર્યા બાદ, રોયલ્સ ત્રીજા સ્થાને છે.

ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય લેતા, રાજસ્થાન રોયલ્સ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૫૫ રન જ બનાવી શક્યું. ટીમને વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જાેડીએ મજબૂત શરૂઆત અપાવી, જેમણે ૮.૪ ઓવરમાં ૮૧ રન બનાવ્યા.વૈભવ ૨૮ બોલમાં ૪૬ રન બનાવી આઉટ થયો, જેમાં ૨ છગ્ગા અને ૬ ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ટીમે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવવાનું ચાલુ રાખ્યું. દરમિયાન, જયસ્વાલ ૨૯ બોલમાં ૬ ચોગ્ગા સહિત ૩૯ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. શિમરોન હેટમાયરે ૧૫ રનનું યોગદાન આપ્યું, જ્યારે કેપ્ટન રિયાન પરાગે ૧૨ રનનું યોગદાન આપ્યું. વિરોધી ટીમ તરફથી કાર્તિક ત્યાગી અને વરુણ ચક્રવર્તીએ ૩-૩ વિકેટ લીધી, જ્યારે સુનીલ નારાયણે ૨ વિકેટ લીધી.

જવાબમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ ૧૯.૪ ઓવરમાં જીતી ગયું. કેકેઆરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ઇનિંગના પહેલા જ બોલ પર ટિમ સીફર્ટ (૦) ગુમાવ્યા બાદ, તેમણે આગામી ઓવરમાં કેપ્ટન અજિંક્ય રહાણે (૦) ને પણ ગુમાવ્યો. ટીમે ફક્ત ૫ રનના સ્કોર સાથે બંને ઓપનર ગુમાવ્યા હતા, ત્યારબાદ કેમેરોન ગ્રીને બાજી સંભાળી હતી. વૈભવ ૨૮ બોલમાં ૨ છગ્ગા અને ૬ ચોગ્ગા સાથે ૪૬ રન બનાવી આઉટ થયો હતો,

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution