દિલ્હી-

બેલ્જિયમના પક્ષીઓના કલેક્શનના શોખીને ઑનલાઇન ઑક્શનમાં બે વર્ષનું કબૂતર 13 લાખ યુરોની કિંમત ચૂકવીને ખરીદ્યું હતું. ન્યુ કિમ નામના માદા એ કબૂતરની વિશેષતા એ છે કે એને સ્પર્ધામાં ઊતરવાની તાલીમ આપવામાં આવી છે. બેલ્જિયમના ઍન્ટવર્પ શહેરના રહેવાસીઓ ખાસ કરીને કબૂતરોના ઉછેરની પ્રવૃત્તિમાં સક્રિય છે. તેમણે તેમના રેસિંગ પિજન કલેક્શનને તાજેતરમાં ઑનલાઇન ઑક્શન દ્વારા વેચાણ માટે ખુલ્લું મૂક્યું હતું.

ગયા સોમવારે પિપા પિજન પૅરેડાઇઝ નામની વેબસાઇટ પર ઑનલાઇન ઑક્શન શરૂ કર્યાના દોઢ કલાકમાં કબૂતરી ‘ન્યુ કિમ’ માટે 226 બોલી લાગી ચૂકી હતી. છેવટે એ બે વર્ષનું પક્ષી 11.13 કરોડ રૂપિયાની કિંમતે વેચાયું હતું. રેસિંગ પિજનના વેચાણનો અગાઉનો વિક્રમ 12.52 લાખ યુરોનો છે.