લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2026 |
1089
અમદાવાદ, કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સુરક્ષાના કારણોસર પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (છ્ઝ્ર) નો સંપર્ક સાધ્યો અને ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.ફ્લાઇટના સુરક્ષિત લેન્ડિંગ બાદ વિમાનને રન-વેથી દૂર આઈસોલેશન બે માં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ કુવૈતથી ઉપડીને દિલ્હી જઈ રહી હતી. વિમાનમાં કુલ ૧૮૦ મુસાફરો સવાર હતા. ફ્લાઇટમાં બોમ્બ હોવાનો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતીતમામ ૧૮૦ મુસાફરોનું પર્સનલ ચેકિંગ કરવામાં આવ્યું અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વિમાનમાં રહેલા તમામ સામાનને બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા આખું વિમાન ફંફોસી મારવામાં આવ્યું હતું જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તેને નિષ્ક્રિય કરી શકાય.